News of Tuesday, 2nd June 2026
“શાંત અને સલામત સુરત શહેર” ઝુંબેશ અંતર્ગત અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી : અનુપમસિંહ ગેહલોત
કોમ્બિંગ દરમિયાન 48,134 વાહનો ચેક, રૂ. 4.22 લાખ દંડ વસૂલ : 986 હથિયારધારી, 1,278 પ્રોહિબિશન કેસ, 34 NDPS કેસ સહિત વ્યાપક કાર્યવાહી

સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણ આપવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ “શાંત અને સલામત સુરત શહેર” નામની વિશેષ કોમ્બિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ સેક્ટર-1 અને સેક્ટર-2ના અધિક પોલીસ કમિશનર બલરામ મીના, મહેન્દ્ર બગડીયા તથા ક્રાઇમના સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. કરણ રાજ વાઘેલાની રાહબરી હેઠળ તમામ ઝોનના નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર તથા પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો દ્વારા તા. 14/05/2026 થી તા. 31/05/2026 દરમિયાન હાથ ધરવામાં આવી હતી.
શહેરમાં ટ્રાફિક નિયમન, નશાખોરી, દારૂબંધી, હથિયારધારી તત્વો, તડીપાર ભંગ કરનારાઓ તથા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે વ્યાપક કાર્યવાહી કરવામાં આવી છે.
મુખ્ય કામગીરીનો સારાંશ
વાહન ચેકિંગ અને ટ્રાફિક કાર્યવાહી
48,134 વાહનોની ચકાસણી
351 વાહનો ડીટેઇન (M.V. Act-207)
રૂ. 4,22,255 દંડ વસૂલ
142 ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ (M.V. Act-185)
પ્રોહિબિશન અને દારૂબંધી કાર્યવાહી
1,278 ઈસમો સામે કાર્યવાહી
522 ગેરકાયદેસર દારૂ વેચાણમાં ઝડપાયા
289 ઈસમો સામે અટકાયતી પગલાં (કલમ-93)
ગુનાહિત તત્વો સામે કાર્યવાહી
BNSS કલમ-126 હેઠળ 2,776 ઈસમો
કલમ-128 હેઠળ 555 ઈસમો
કલમ-129 હેઠળ 769 ઈસમો
જાહેરનામા ભંગના 316 કેસ
અવરોધરૂપ પાર્કિંગના 179 કેસ
હથિયાર, તડીપાર અને ગુનેગારો સામે કાર્યવાહી
986 શખ્સો ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા
71 ઈસમો તડીપાર હુકમ ભંગમાં ઝડપાયા
1,403 હિસ્ટ્રીશીટર, 489 તડીપાર અને 951 ટપોરી ચેક
ડ્રગ્સ અને જુગાર વિરોધી કાર્યવાહી
NDPS એક્ટ હેઠળ 34 કેસ
જુગારના 54 કેસ
ઝુંબેશનો કુલ સારાંશ
કુલ વાહન ચેકિંગ: 48,134
કુલ દંડ વસૂલ: રૂ. 4.22 લાખ
કુલ કાર્યવાહી: 4,222 ઈસમો
હથિયારધારી: 986
NDPS કેસ: 34
જુગાર કેસ: 54
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
