<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

વડોદરાના શિનોર સાધલી ગામે રખડતા શ્વાનનો આતંક :અલગ અલગ વિસ્તારોમાં 20 થી 21 બાળકોને રખડતાં શ્વાને બચકા ભર્યા.

તમામ ઇજાગ્રસ્તોને સાધલી આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા. ARV અને TT વેક્સિન આપી તાત્કાલિક સારવાર કરાઈ.

વડોદરાના શિનોર સાધલી ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં હાલ સુધી 20 થી 21 બાળકોને રખડતાં શ્વાને બચકા ભર્યા હતા  બચકાં ભરનારાઓમાં નાના બાળકોની સંખ્યા વધુ છે . તમામ ઇજાગ્રસ્તોને સાધલી આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા હતા, ARV અને TT વેક્સિન આપી તાત્કાલિક સારવાર કરાઈ હતી . પંચવટી ગાર્ડન પાસે બે વર્ષના બાળકને બચકું ભર્યું. મુખ્ય બજારમાં ત્રણ વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો. પાંચ વર્ષના બાળક અને બાળકી પર પણ હુમલો. ગઈકાલ સાંજથી આજ સવાર સુધી શ્વાનના હુમલા. રખડતા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરપંચને જાણ કરી રખડતા શ્વાનને પાંજરે પૂરવાની માંગ. ઉઠાવી છે 

(12:53 AM IST)