<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક:અનમોલ ટાવર સોસાયટીમાં 4થી 5 શ્વાનનું ટોળું લોકો પર હુમલો કરતું હોવાની રાવ

શ્વાનના વધતા આતંકથી સોસાયટીના રહીશો ત્રાહિમામ: સોસાયટીના મુખ્ય ગેટ પર ચેતવણીસૂચક બેનર લગાવાયુ જેમાં ‘સાવધાન! અમારી સોસાયટીના શ્વાન કરડે છે’ તેવું લખાણ

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અનમોલ ટાવર સોસાયટીમાં 4થી 5 શ્વાનનું ટોળું લોકો પર હુમલો કરતું હોવાની ફરિયાદ સામે આવી છે. શ્વાનના વધતા આતંકથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શ્વાનના હુમલાથી સોસાયટીમાં આવતા મુલાકાતીઓ અને અન્ય લોકોને સાવચેત કરવા માટે રહીશોએ અનોખો પ્રયાસ કર્યો છે. સોસાયટીના મુખ્ય ગેટ પર ચેતવણીસૂચક બેનર લગાવવામાં આવ્યું છે, જેમાં ‘સાવધાન! અમારી સોસાયટીના શ્વાન કરડે છે’ તેવું લખવામાં આવ્યું છે. આ બેનર દ્વારા સોસાયટીમાં પ્રવેશતા લોકોને શ્વાનથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રખડતા શ્વાનના આતંકને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(10:32 PM IST)