તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
સાબરકાંઠા જિલ્લામાં વરસાદની તોફાની એન્ટ્રી : વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના પંથકમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો
પોશીના, લાંબડીયા, ખેરોજ, કોટડા, દેલવાડા તેમજ ચંદ્રાણા, કાલીકાકર, સાલેરી, વલસાડી અને આજવસ જેવા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદની તોફાની એન્ટ્રી જોવા મળી છે. વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. પોશીના, લાંબડીયા, ખેરોજ, કોટડા, દેલવાડા તેમજ ચંદ્રાણા, કાલીકાકર, સાલેરી, વલસાડી અને આજવસ જેવા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ એકદમ રમણીય બની ગયું હતું. સવારથી જ અસહ્ય ઉકળાટ અનુભવી રહેલા સ્થાનિકોને આ વાતાવરણથી મોટી શાંતિ મળી હતી, પરંતુ પવનના કારણે પાક આડો પડી જવાની દહેશત વર્તાઈ રહી છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
