News of Monday, 18th May 2026
નાલાકુંડ ગામ પાસે ગાડી હટાવવાની નજીવી બાબતે પથ્થર અને કાચની બોટલ વડે હુમલો : ત્રણ સામે ફરિયાદ

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા નાલાકુંડ ગામ પાસે ગાડી હટાવવાની નજીવી બાબતે પથ્થર અને બોટલ વડે હુમલો થતા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મનહરસીંગ ગુમાનસીંગ વસાવા ( રહે.ટાવલ તા.સાગબારા જી.નર્મદા) નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ તેમના પરીવારના સભ્યો સાથે દેવમોગરા ખાતે દર્શને આવેલા અને નાલાકુંડ ગામ પાસે ખુલ્લા ખેતરમાં જમવાનું બનાવી જમી પરવારી પોતાની ફોર વ્હીલ ગાડીઓ લઈને પરત પોતાના ઘરે જવા નીકળેલા તે વખતે ક્રેટા ગાડી નંબર-GJ-22-P-2926 ની રસ્તા પર ઉભી કરી અડચણ કરતા ઉમેશકુમાર અમૃતભાઇ તડવી (રહે. કેવડીયા તા.ગરૂડેશ્વર જી.નર્મદા )નાઓએ તેઓને ગાડી હટાવવાનું કહેતા આરોપી એ ગાડી નહી હટે તેમ કહી બોલાચાલી ઝઘડો કરવા લાગેલા જેથી આ કામના ફરીયાદી તથા ઇજા પામનાર સુરેશભાઇ કર્માભાઇ ગામીત (હાલ રહે.લોટસ સોસાયટી, વડીયા જકાતનાકા રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.ફુલવાડી તા.ઉચ્છલ જી.તાપી) નાઓ વચ્ચે પડતા તેમની સાથે ગાળા ગાળી કરી ઝપાઝપી કરી ફરીયાદીને પથ્થર વડે માંથામાં મારી ઇજા કરી તેનું ઉપરાણું બીજા આરોપીઓ પણ ત્યાં દોડી આવી ફરીયાદી તથા અન્ય સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરી સુરેશભાઇ કર્માભાઇ ગામીત નાઓને માંથામાં ડાબી બાજુ કાનના ભાગે કાચની બોટલ વડે મારી ઇજા પહોંચાડી આ વખતે આરતીબેન ગુમાનસીંગ વસાવા તથા રંજનાબેન ગુમાનસીંગ વસાવા નાઓ વચ્ચે પડતા તેમને ત્રણેય આરોપીઓ એ ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરતા સાગબારા પોલીસે (૧) હેમરાજ હરીલાલભાઈ વસાવા (૨) ઉત્સવ રાજુભાઇ વસાવા (૩) દિનેશભાઇ નગીનભાઇ વસાવા (તમામ રહે.સુંદરપુરા તા.નાંદોદ જી.નર્મદા )નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
