<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

શેરડીના ઊભા પાકમાં સફેદમાખી અને પાયરીલા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં:જાણો માર્ગદર્શન

ઉપદ્રવિત પાનનો ઘાસચારા તરીકે ઉપયોગ કરવો નહી કારણ કે તેનાથી જીવાતનો ફેલાવો ઝડપથી થાય છે.

નવસારી :શેરડીનાઊભા પાકમાં સફેદમાખી અને પાયરીલા જીવાતોના   સંકલિત વ્યવસ્થાપન માટે લેવાના પગલાઅંગે માર્ગદર્શન અપાયું છે 

- રાસાયણિક ખાતર તેમજ પિયત ભલામણ મુજબ આપવા.
- સફેદ માખીના ઉપદ્રવની મોજણી કરી ઉપદ્રવ જોવા મળે તો યુધ્ધના ધોરણે તાત્કાલિક ઉપદ્રવિત પાન કાપીને ત્યાં આગળ જ બાળીને નાશ કરવો. ઉપદ્રવિત પાનનો ઘાસચારા તરીકે ઉપયોગ કરવો નહી કારણ કે તેનાથી જીવાતનો ફેલાવો ઝડપથી થાય છે.
- દક્ષિણ ગુજરાતમાં શેરડીની સફેદમાખી ઉપર પાંચ પરભક્ષી કીટકો નભતાં જોવા મળે છે તે પૈકી સેરેન્જીયમ પાર્સેસેટોસમ ખુબજ અસરકારક માલુમ પડેલ છે. આ ઉપરાંત એમીટસ સ્પી., એન્કાર્સીયા સ્પી. અને એબ્લરસ સ્પી. નામના પરજીવી કીટકો સફેદમાખીના કોશેટાઓનું પરજીવીકરણ કરતાં નોંધાયા છે. પરજીવીની હાજરી જણાય તો તેના જૈવિક-વ-યાંત્રિક નિયંત્રણ માટે ૩૦ મેશની જાળીવાળા પાંજરા હેકટર દીઠ ૧૦ મૂકવા.
- ઈંડાના સમૂહો એકઠા કરી નાશ કરવા. આ જીવાતના ઈંડાના પરજીવીઓ ઓઈનસીટ્રસ પાયરીલી અને ટેટ્રાસ્ટીકસ પાયરીલી થી કુદરતી રીતે તેના ઉપદ્રવને કાબુમાં રાખે છે.
- એપીરીકેનીયા મેલાનોલ્યુકા નામના પરોપજીવી કીટકો પાયરીલનું સફળતાપૂર્વક નિયંત્રણ કરે છે જે ખેતરમાં પરજીવી વસ્તી ન હોય ત્યાં હેકટરે એક લાખ ઈંડા (૨૦૦ ઇંડાના સમુહ) અથવા ૨૦૦૦ કોશેટાઓ (અંદાજે ૧૦ કોશેટા/પાન પ્રમાણે ૨૦૦ પાન ) છોડવાની ભલામણ છે.
- શેરડીની સફેદમાખીના નિયંત્રણ માટે લીમડા આધારિત દવાઓ જેવી કે એઝાડીરેકટીન ૧૦૦૦૦ પીપીએમ, ૨૦ મીલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જો આ દવાનો છંટકાવ કરવો ન હોય તો લીંબોળીનું તેલ ૫૦ મીલી અને ૫ ગ્રામ ડીટર્જન્ટ પાવડર, ૧૦ લીટર પાણીમાં ભેળવીને પણ છંટકાવ કરી શકાય.
- શેરડીના પાકમાં સફેદમાખીની કોશેટા અવસ્થાએ દવાનો ઉપયોગ કરવામાં આવે તો તેના સારા પરિણામ મળતા ન હોવાથી ઈંડા અથવા નાના બચ્ચાં અવસ્થા જોવા મળે કે તુંરત જ લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો જોઈએ.
- સફેદમાખીના શરૂઆતના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ % એસ.એલ. ૧૦ લિટર પાણીમાં ૩ મિ.લિ. પ્રમાણે ભેળવી છંટકાવ કરવો.
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.  
આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ  અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.
(માહિતી સોર્સ: નવસારી કૃષિ યુનિવર્સીટી )

(7:34 PM IST)