તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
નવસારી જિલ્લામાં રાજ્યનો અને દેશનો સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરાયો
ખેડૂતો માટે તૈયાર કરાયેલી ‘FSAS’ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા જ સહકારી મંડળીઓ અને ખાતરની જથ્થા અંગે જાણી શકશે. ખેડૂતો આ એપ્લિકેશનના માધ્યમથી ખાતરનું એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે.

નવસારી : ખેડૂતોને ઘણીવાર સમયસર ખાતર ન મળવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે થોડા દિવસો પહેલા જ નવસારીના વાંસદા તાલુકામાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી. ખેડૂતોની આ જ હાલાકી અને ખાતરની અછતને કાયમી ધોરણે દૂર કરવા માટે હવે સરકારે એક ડિજિટલ ઉકેલ શોધી કાઢ્યો છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં રાજ્યનો અને દેશનો સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ફર્ટિલાઈઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ શરૂ કરાયો છે. જેને લઈને ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે. કારણ કે ખેડૂતો માટે તૈયાર કરાયેલી ‘FSAS’ એપ્લિકેશન સિસ્ટમ દ્વારા ખેડૂતો પોતાના મોબાઈલ દ્વારા જ સહકારી મંડળીઓ અને ખાતરની જથ્થા અંગે જાણી શકશે. ખેડૂતો આ એપ્લિકેશનના માધ્યમથી ખાતરનું એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
