<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે રાજ્ય સરકારે ત્રણ સભ્યોની કમિટી બનાવી

કમિટીમાં મિતેશ ભટ્ટ, જીગ્નેશ પટેલ અને મનુ રાવલનો સમાવેશ:ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી યોગ્ય લાયકાત અને મેરીટના આધારે થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કમિટીને સોંપાઈ

અમદાવાદ: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે રાજ્ય સરકારે ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટીમાં મિતેશ ભટ્ટ, જીગ્નેશ પટેલ અને મનુ રાવલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી યોગ્ય લાયકાત અને મેરીટના આધારે થાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી કમિટીને સોંપવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને નિયમો અનુસાર ભરતી થાય તે માટે કમિટી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારે આ કમિટીની નિમણૂક એક વર્ષના કાર્યકાળ માટે કરી છે.

(2:22 PM IST)