<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

વીજ ટાવર-લાઇનના વળતર અંગે રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયને પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આવકાર્યો : હવે જંત્રીના બદલે જમીનની પ્રવર્તમાન બજાર કિંમતના બમણા ભાવે ખેડૂતોને ચૂકવાશે વળતર

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકારનો સંવેદનશીલ અભિગમ : ત્રણ તબક્કાના સ્થાને હવે એકસાથે ૧૦૦ ટકા વળતર અપાશે, વળતર નક્કી કરવા માર્કેટ રેટ કમિટીની રચાશે

ગાંધીનગર : વીજ ટાવર અને વીજ લાઇન માટેના વળતર અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં લીધેલા ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણયને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ હર્ષભેર આવકારીને રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આ ઐતિહાસિક સુધારો રાજ્યની ભાજપા સરકારની ધરતીપુત્રો પ્રત્યેની સંવેદનશીલતા, પ્રતિબદ્ધતા અને ખેડૂત-કેન્દ્રિત કાર્યપદ્ધતિનો વધુ એક જીવંત પુરાવો છે.

જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ભાજપા સરકાર ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી સરકાર છે.

 જંત્રીના સ્થાને બજાર કિંમતના બમણા ભાવે વળતર ચૂકવાશે:

અત્યાર સુધી વીજ લાઇન માટે ખેડૂતોને જંત્રીના બમણા દરે વળતર ચૂકવવામાં આવતું હતું, જ્યારે હવે જંત્રીને બદલે જમીનની પ્રવર્તમાન બજાર કિંમતના બમણા ભાવે વળતર ચૂકવવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વીજ ટાવરના બેઝ વિસ્તારની ગણતરીમાં હવે વધારાના એક મીટરનો સમાવેશ કરવામાં આવશે, જેના કારણે ખેડૂતોને વધુ વિસ્તારનું વળતર મળશે. ઉદાહરણરૂપે, ૭૬૫ કે.વી. લાઇનમાં અગાઉ ૬૨૫ ચોરસ મીટર મુજબ વળતર ચૂકવાતું હતું, જે હવે વધીને ૭૨૯ ચોરસ મીટર મુજબ ચૂકવવામાં આવશે.

 ત્રણ તબક્કા પ્રથા નાબૂદ, એકસાથે ૧૦0 ટકા વળતર અપાશે:

અગાઉ વળતરની રકમ ત્રણ અલગ-અલગ તબક્કામાં ચૂકવવામાં આવતી હતી, જ્યારે હવે નવી નીતિ અનુસાર જમીનમાલિકોને શરૂઆતમાં જ એકસાથે ૧૦૦ ટકા વળતર ચૂકવી દેવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને બહુ મોટી આર્થિક રાહત મળશે. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત પારદર્શક અને તટસ્થ રીતે નક્કી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્કેટ રેટ કમિટી (MRC)ની રચના કરવામાં આવશે. આ કમિટીમાં કલેક્ટર, જમીનમાલિક અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅર તથા ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવશે.

 ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે વળતરનું માળખું નક્કી કરાયું:

વીજ લાઇનના રાઇટ ઓફ વે (Right of Way) માટે પણ માર્કેટ રેટ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી બજાર કિંમતના આધારે અલગ-અલગ વિસ્તારો મુજબ વળતર ચૂકવાશે:

     ગ્રામ્ય વિસ્તારમાં:   ૩૦ ટકા મુજબ વળતર મળશે.

     નગરપાલિકા વિસ્તારમાં:   ૪૫ ટકા મુજબ વળતર મળશે.

     મહાનગરપાલિકા વિસ્તારમાં:   ૬૦ ટકા મુજબ વળતર ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારે ઉદાર અભિગમ અપનાવી એ પણ સ્પષ્ટ કર્યું છે કે જેમણે અગાઉ જૂના ધોરણ મુજબ વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજુ ચાલુ હોય, તેવા ખેડૂતોને પણ આ નવી નીતિનો પૂરેપૂરો લાભ આપવામાં આવશે.

 સમગ્ર પ્રધાનમંડળનો આભાર વ્યક્ત કરાયો:

પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સંલગ્ન વિભાગના મંત્રીઓ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ રાજ્ય કક્ષાના ઊર્જામંત્રી કૌશિકભાઇ વેકરિયા સહિત સમગ્ર રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાની યાદીમાં જણાવાયું છે કે ભાજપા સરકાર ખેડૂતોના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે.

(8:38 PM IST)