તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક :સૌરાષ્ટ્ર ઝોન સિવાયના જિલ્લાઓના પદાધિકારીઓના નામ પર ચર્ચા
ઝોન વાઇઝ સંકલન બેઠકો બાદ હવે આ આખરી બેઠકમાં ઉમેદવારોના નામો પર અંતિમ મહોર મારવામાં આવશે.

ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, હવે પદાધિકારીઓની પસંદગી માટે કવાયત તેજ થઇ છે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકનો આજે બીજો દિવસ છે. આજની બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન સિવાયના અન્ય જિલ્લાઓના નામો પર ગહન ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખના નામો નક્કી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના નિરીક્ષકો અગાઉ જ તે વિસ્તારોની મુલાકાત લઈને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે. ઝોન વાઇઝ સંકલન બેઠકો બાદ હવે આ આખરી બેઠકમાં ઉમેદવારોના નામો પર અંતિમ મહોર મારવામાં આવશે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
