<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અંબાજી પગપાળા જતા પદયાત્રિકો માટે અરવલ્લી જિલ્લા ભાજપા દ્વારા શરૂ કરાયેલા ‘વિસામો‘ સેવા કેમ્પની મુલાકાત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા

માઈભક્તોની સેવાનો લાભ લઈ શ્રદ્ધાળુઓ સાથે આત્મીય સંવાદ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા

ભાદરવી પૂનમના પાવન અવસરે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો પગપાળા જગતજનની મા અંબાના દર્શન માટે અંબાજી ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ આજે શ્રદ્ધાળુઓની સેવા અને સુવિધા માટે અરવલ્લી ભાજપ સંગઠન દ્વારા ‘સેવા એ જ સંગઠન’ની ભાવનાને સાકાર કરતા શરૂ કરેલા ‘વિસામો’ સેવાકેમ્પની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન વિશ્વકર્માએ માઈભક્તોની સેવાનો લાભ લઈ પગપાળા અંબાજી જતા યાત્રીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ અવસરે પ્રદેશ મંત્રી અને જિલ્લાના પ્રભારી સંજયભાઈ દેસાઈ, જિલ્લા અધ્યક્ષ ભીખાજી ઠાકોર, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(6:56 PM IST)