<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા -૨૦૨૬ ની ગુણચકાસણીની અરજી કરી શકાશે

બોર્ડની વેબસાઈટ પર તા.૧૩/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અરજી કરી શકશે.

ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, જૂન-૨૦૨૬ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ તા.૦૩/૦૭/૨૦૨૬ ના રોજ જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ નીચે દર્શાવેલ બોર્ડની વેબસાઇટ પરથી તા.૦૬/૦૭/૨૦૨૬ ના રોજ બપોરના ૧૪:૦૦ કલાકથી તા.૧૩/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અરજી કરી શકશે. ગુણચકાસણીની અરજીઓ ફકત ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.

1) ધોરણ-10- ssc.gseb.org अथवा www.gseb.org
૨) ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ- sci.gseb.org અથવા www.gseb.org
૩) ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ- hsc.gseb.org અથવા www.gseb.org
ગુણ ચકાસણીની નિયત અરજી ફી ઓનલાઇન SBlePay System भा२३ते (Credit Card, Debit Card, Net Banking દ્વારા) અથવા SBIePay ના SBI Branch Payment" ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

(7:19 PM IST)