તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
સાપુતારા ઘાટમાં નાસિકથી સુરત આવતી એસટી બસને નડ્યો અકસ્માત
માલેગાંવ ઘાટ ઉતરતી ST બસને પાછળથી ટ્રકે ટક્કર મારી: ટ્રકની બ્રેક ફેલ થઈ જતા બસ પાછળ ધડાકાભેર અથડાયો

સાપુતારા ઘાટમાં નાશિકથી સુરત આવી રહેલી ST બસને અકસ્માત નડ્યો છે. માલેગાંવ ઘાટ ઉતરતી ST બસને પાછળથી ટ્રકે ટક્કર મારી હતી. ટ્રકની બ્રેક ફેલ થઈ જતા બસ પાછળ ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હતી. સદનસીબે કોઈ મુસાફરને ગંભીર ઈજા પહોંચી નથી. અકસ્માતને પગલે ઘાટ માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
