<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

સાબરમતી સ્ટેશને નવા બે ફુટ ઓવરબ્રિજના નિર્માણ માટે વિશેષ ટ્રાફિક બ્લોક : ૧૩ સપ્ટેમ્બરે રેલ વાહનવ્યવહારને અસર પહોંચશે

જામનગર–વડોદરા–જામનગર ઇન્ટરસિટી ટ્રેન સંપૂર્ણ રદ : રાજકોટ-કોઈમ્બતુર અને સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા માર્ગે દોડશે

રાજકોટ: સાબરમતી સ્ટેશને મુસાફરોની અવરજવરને સુગમ બનાવવા અને વધુ સુવિધા પૂરી પાડવાના હેતુથી બે નવા ફુટ ઓવરબ્રિજ (FOB) ના નિર્માણ કાર્ય માટે પશ્ચિમ રેલવે દ્વારા તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ (રવિવાર) ના રોજ વિશેષ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, આ ટ્રાફિક બ્લોકના કારણે પશ્ચિમ રેલવેની નીચે દર્શાવેલ ટ્રેનોના સંચાલનને અસર થશે:

સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો:
૧. ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
૨. ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

પરિવર્તિત (ડાયવર્ટ) માર્ગે દોડનારી ટ્રેનો:
૧. ટ્રેન નંબર ૧૬૬૧૩ રાજકોટ–કોઈમ્બતુર એક્સપ્રેસ તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ તેના નિર્ધારિત માર્ગ વિરમગામ–સાબરમતી–અમદાવાદને બદલે ડાયવર્ટ કરાયેલા માર્ગ વિરમગામ–કાટોલસણ રોડ–કલોલ–સાબરમતી બ્રોડગેજ–અમદાવાદ થઈને ચલાવવામાં આવશે.
૨. ટ્રેન નંબર ૨૨૭૧૮ સિકંદરાબાદ–રાજકોટ એક્સપ્રેસ (તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ ની) તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ–સાબરમતી–વિરમગામને બદલે ડાયવર્ટ કરાયેલા માર્ગ અમદાવાદ–સાબરમતી બ્રોડગેજ–કલોલ–કાટોલસણ રોડ–વિરમગામ થઈને દોડાવવામાં આવશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને આ કામચલાઉ ઓપરેશનલ ફેરફારોને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે. ટ્રેનોના સમય અને રૂટ અંગેની વધુ વિગતવાર માહિતી માટે મુસાફરોને રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવાયું છે.

(8:03 PM IST)