તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા ખાતે પ્રદેશ બેઠક યોજાઈ
ભાજપાના આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના સુચારુ અને અસરકારક આયોજન અંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ માર્ગદર્શન આપ્યું:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારને 12 વર્ષ પુર્ણ થવા પર ભાજપા દ્વારા થયેલા વિવિધ કાર્યક્રમો તેમજ રાજ્યવ્યાપી મંડલ પ્રશિક્ષણ વર્ગોની બેઠકમાં સમીક્ષા કરાઇ: ડો. અનિલભાઈ પટેલ

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજઈ હતી. આ અંગે પ્રદેશના મુખ્ય પ્રવકતા ડો. અનિલભાઇ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રદેશ બેઠકમાં ભાજપાના આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના સુચારુ અને અસરકારક આયોજન અંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ માર્ગદર્શન આપ્યું હતું.
ડૉ. અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારને 12 વર્ષ પુર્ણ થવા પર ભાજપાના ‘૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના‘ અભિયાન અંતર્ગત જૂન મહિનામાં થયેલા રાજ્યવ્યાપી કાર્યક્રમો તેમજ ભાજપાના મંડલ પ્રશિક્ષણ વર્ગો અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ‘ અભિયાનને વેગ આપી ચોમાસાની ઋતુમાં યોગ્ય જતનનાં સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં ભાજપા સંગઠનની સહભાગિતા સાથે મોટા પાયે વૃક્ષારોપણ થાય તેવું આયોજન કરવા ઉપસ્થિત સૌને હાકલ કરી હતી.
આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, અનિરૂદ્ધભાઈ દવે, તેન્દ્રસિંહ ચૌહાણ,અજયભાઈ બ્રહ્મભટ્ટ, પ્રદેશ પદાધિકારીઓ, તમામ મોરચાના પ્રદેશ પ્રભારી અને પ્રમુખઓ, જિલ્લા- મહાનગરના પ્રભારી તથા પ્રમુખઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
