<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

દરિયાઈ સુરક્ષા કવચને મજબૂત કરવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ :જખૌ સેક્ટર ખાતે મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સરહદે સઘન ચેકિંગ શરૂ

સિંધોડી બીચ, સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ અને શિયાળબારી વિસ્તારમાં મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ વધારી દેવાયું: દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા મરીન પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો સાથે ખાસ સંવાદ :માછીમારોને કોઈ પણ શંકાસ્પદ બોટ કે વ્યક્તિની હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના

ગુજરાતના દરિયાઈ સુરક્ષા કવચને મજબૂત કરવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. એડીજીપી અમિત વિશ્વકર્મા અને ડીઆઈજીપી એ.એમ. મુનિયાના માર્ગદર્શન હેઠળ રાજ્યના તટીય વિસ્તારો એલર્ટ મોડ પર છે. કચ્છના જખૌ સેક્ટર ખાતે DySP આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડો દ્વારા દરિયાઈ સરહદે સઘન ચેકિંગ શરૂ કરાયું છે.

    સિંધોડી બીચ, સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ અને શિયાળબારી વિસ્તારમાં મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે. દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા મરીન પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો સાથે ખાસ સંવાદ કરાયો છે. માછીમારોને કોઈ પણ શંકાસ્પદ બોટ કે વ્યક્તિની હિલચાલ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. 

  યુદ્ધને કારણે દરિયામાં તૂટી પડેલા જહાજો કે મિસાઈલના અવશેષો તણાઈને કિનારે આવવાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ છે. તોફાની દરિયાને કારણે કિનારા પર બિનવારસુ ડ્રગ્સના પેકેટો મળી આવવાની આશંકા વચ્ચે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સ્થાનિક રહીશોને સતર્ક રહી વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરાઈ છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ ખડેપગે રહી ચોકી કરી રહી છે.

(9:00 PM IST)