News of Tuesday, 23rd June 2026
અમદાવાદમાં ચોમાસામાં વાહનચાલકોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા : ડાયવરઝ્ન અને જોખમી સ્થળોએ ટ્રાફિક માર્શલ્સ તૈનાત કરાશે
પંચવટી-પાંજરાપોળ ખાતે ચાર માર્શલ્સ સાથે આ કામગીરી શરૂ:કોઈપણ રોડ કામગીરી પૂર્વે વાહનચાલકોને અગાઉથી ડાયવર્ઝનની જાણકારી મળશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચોમાસા દરમિયાન વાહનચાલકોની સુરક્ષા માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના ડાયવર્ઝન અને જોખમી સ્થળોએ ટ્રાફિક માર્શલ્સ તૈનાત કરવામાં આવશે. પંચવટી-પાંજરાપોળ ખાતે ચાર માર્શલ્સ સાથે આ કામગીરી શરૂ કરી દેવાઈ છે. હવે કોઈપણ રોડ કામગીરી પૂર્વે વાહનચાલકોને અગાઉથી ડાયવર્ઝનની જાણકારી મળશે, જેથી ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય અને જરૂરિયાત મુજબ શહેરના અન્ય મહત્વના પોઈન્ટ્સ પર પણ માર્શલ્સ મુકાશે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
