<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

રાજ્યમાંથી આગામી 4 દિવસમાં નૈઋત્યનુ ચોમાસુ લેશે વિધિવત્ત વિદાય: હવામાન વિભાગની જાહેરાત

લો પ્રેશર, સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય છે. બે દિવસ પવન સાથે વરસાદ રહેવાની સંભાવના

અમદાવાદ :ચોમાસા અંગે મોટા સમાચાર. ગુજરાતમાંથી ચોમાસાના વિદાય લેવાની શરૂઆત થશે આગામી  2 થી 4 દિવસમાં ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થશે. હવામાન વિભાગે કરી આગાહી કરી છે . આ સાથે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે . લો પ્રેશર, સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય છે. બે દિવસ પવન સાથે વરસાદ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પવન સાથે વરસાદ રહેશે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દમણ 64 MM, ખેડા 61 MM વરસાદ નોંધાયો છે. 30MM અમરેલીમાં વરસાદ નોંધાયો છે.

 

(3:56 PM IST)