<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

અમદાવાદમાં ધાર્મિક સંસ્‍થાઓ-કોર્પોરેશનના બીલ્‍ડીંગોમાં સોલાર પેનલ લગાવાશે

સૌરઊર્જાને પ્રોત્‍સાહન આપવા AMCનો મોટો નિર્ણય

અમદાવાદ : શહેરમાં સૌરઊર્જાના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા મહાનગરપાલિકા દ્વારા મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. શહેરની ધાર્મિક સંસ્‍થાઓ તેમજ AMC ની ઇમારતો પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આ ઉપરાંત સરકારી મકાનો માટે પણ સોલાર પેનલ ફરજિયાત બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી નીતિ અંતર્ગત ‘સોલાર નહીં તો BU નહીં'નો અભિગમ અપનાવવામાં આવશે. એટલે કે સોલાર પેનલ લગાવ્‍યા વિના બિલ્‍ડિંગ યુઝ (BU) પરવાનગી નહીં મળે. સોલાર પેનલ લગાવવા માટે અત્‍યાર સુધીમાં ૩૪૫ ધાર્મિક સંસ્‍થાઓ દ્વારા અરજી કરવામાં આવી છે, જેમાંથી ૨૦૦ ધાર્મિક સંસ્‍થાઓમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ પહેલથી શહેરમાં સ્‍વચ્‍છ ઊર્જાના વપરાશને વેગ મળશે અને વીજળીની બચત કરવામાં પણ મદદ મળશે.

(1:21 PM IST)