News of Monday, 21st September 2026
મહેસાણાના કડા ગામે સરકારી ગૌચરમાંથી માટી ચોરી ઝડપાઈ: વિસનગર તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો
ગૌચર જમીનમાંથી 39 હજાર ટન માટી ચોરાઈ :જસવંતસિંહ ચાવડા અને નારાયણસિંહ ચાવડા નામના શખ્સો સામે ફરિયાદ.

મહેસાણાના કડા ગામે સરકારી ગૌચરમાંથી માટી ચોરી ઝડપાઈ છે. વિસનગર તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે ગૌચરની જમીનમાંથી 98 લાખની કિંમતી માટી ચોરાઈ હતી. આરોપીઓએ ડમ્પર અને જેસીબી વડે માટીનું ખોદકામ કર્યું હતું . કડા પંચાયતની ગૌચર જમીનમાંથી 39 હજાર ટન માટી ચોરાઈ છે. જસવંતસિંહ ચાવડા અને નારાયણસિંહ ચાવડા નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવાઇ છે વિસનગર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
