તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
વલસાડના ભીલાડ નજીક એસઓજી પોલીસે એલપીજી ગેસના ટેન્કરોમાંથી ગેરકાયદે રિફિલિંગ કરતું કૌભાંડ પકડ્યું
ટેન્કર ડ્રાઈવરો દ્વારા ગેસ ચોરીના આ રેકેટનો પર્દાફાશ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ભીલાડ પંથકમાં જીવલેણ જોખમ ઊભું કરી રહેલા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને LPG ગેસના ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ ચોરી કરી નાના સિલિન્ડરમાં ભરવાનું મોટું રેકેટ પકડી પાડ્યું છે. પોલીસે ટેન્કર, પિકઅપ વાહન અને ગેસના બાટલા સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે
મળતી માહિતી મુજબ, આ કૌભાંડમાં ગેસ ટેન્કરના ડ્રાઈવરોની સીધી સંડોવણી સામે આવી છે. અમરેલીથી ગેસ ભરીને સરીગામ સ્થિત શિવ શક્તિ ગેસ પ્લાન્ટ તરફ જઈ રહેલા ટેન્કરો જ્યારે ભીલાડ નજીક સર્વિસ રોડ પર રોકાતા, ત્યારે ડ્રાઈવરો પ્લાન્ટ પહોંચતા પહેલા જ રસ્તામાં ગેસની ચોરી કરતા હતા. ચોરી કરેલો આ ગેસ ગેરકાયદેસર રીતે અન્ય ખાલી સિલિન્ડરોમાં રિફિલિંગ કરીને બજારમાં ઊંચા ભાવે વેચી દેવામાં આવતો હતો.
વલસાડ એસઓજી પોલીસને આ કૌભાંડની ચોક્કસ બાતમી મળી હતી કે ભીલાડ નજીક સર્વિસ રોડ પર ગેસ ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને રેડ પાડતા ટેન્કરોમાંથી ગેસ કાઢવાની કામગીરી રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી LPG ગેસ ભરેલું ટેન્કર, રિફિલિંગ માટે વપરાતું પિકઅપ વાહન, ગેસના અનેક સિલિન્ડરો અને પાઈપ, મોબાઈલ અને અન્ય સાધનો સહિતનો તમામ મુદ્દામાલ કબજે લીધો છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
