તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
મુંબઈથી સુરતના યુવા ધનને નશાની ગર્તામાં ધકેલવાનું કાવતરૂ નિષ્ફળ બનાવતી SOG: ત્રણ પેડલરોને ઉપાડી લેવાયા
નો ડ્રગ્સ ઈન સુરત, સીપી અનુપમસિંહ ગેહલોતનું અભિયાન ગુજરાતમાં રેકોર્ડ તોડતા, નાયબ મુખ્યમંત્રી આફ્રિન પોકારી ઉઠયા : ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં ડ્રગ્સ માફિયાઓની ખો ભૂલાવી દેવાના હજારો લોકોની હાજરીમાં જાહેરમા સોગંધ લેનારા પોલિસ ઇન્સ્પેક્ટર અતુલ સોંનારા પોતાની ટીમ સાથે આદુ ખાઇ પાછળ પડયા

રાજકોટ તા.૨૨: નો ડ્રગસ ઈન સુરત એવું પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનુ અભિયાન ફક્ત કાગળ પર જ નહિ, તેનો અવિરત અમલ આવશયક જ નહીં, અનિવાર્ય હોવાનો સ્પષ્ટ સુચના તમામને આપવા સાથે માસીક બેઠકમા આ કાર્યો સફળ રીતે કેટલા કાર્યો તે આધારે મૂલ્યાંકન થતુ હોવાનું સહુ સારી રીતે સમજતા હોવાથી બ્રાન્ચ, પોલીસ મથકોમાં સારી કામગીરી માટે તંદુરસ્ત સ્પર્ધા થાય છે, જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં SOG પોલીસ ઇન્સ્પેકટર અતુલ સોનારા ટીમે મોટી સાફળતા મેળવી છે.
ઉપરોકત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર નાઓએ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે એસ.ઓ.જી.ના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવળત્તી કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમ્યાન એસ.ઓ.જી. ASI ઇમ્તીયાઝ ફકરૂમોહમદ HC જગ્ગીભાઇ શાંતીભાઇ નાઓને બાતમી હકીકત મળેલ કે, સુરત શહેર વિસ્તારમાં રહી ડ્રગ્સનું રેકેટ ચલાવતા ત્રણ ઇસમો મહારાષ્ટ્ર - મુંબઇ ખાતેથી મેફેડ્રોન(એમ.ડી.) ડ્રગ્સની હેરાફેરી કરે છે અને તેઓ મુંબઇ ખાતે ડ્રગ્સનો મોટો જથ્થો લેવા ગયેલ હોવાની હકીકત મળેલ જે હકીકતની ટેકનીકલ ઇનપુટ અને હ્યુમન સોર્સિસ મારફતે ખરાઇ કરતા આ હકીકત સાચી જણાયેલ.
જેથી આ ત્રણેય ઇસમો સુરત શહેરમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડી નશાનો કારોબાર ફેલાવે તે પહેલા જ તેને ઝડપી પાડવા એસ.ઓ.જી.ના અધિકારી/માણસો સાથે સચીન કપ્લેથા ચેક પોસ્ટ પાસે જાહેર રોડ ઉપરથી ફોરવ્હીલ કારમાં પસાર થતા (૧) દાનીશ ઉર્ફે દાનીશ શેખ હારુન કુરેશી ઉ.વ.૩૦ ધંધો.વેપાર હાલરહે.ઘર નં.૧૪ બુધ્ધ સોસાયટી, મયુર ટોકીઝ પાસે, લિંબાયત સુરત તથા ઘર નં.૩ ર-૧ર-૧૨૧, ખારવાચાલ, લંબેહનુમાન રોડ, વરાછા સુરત શહેર. મુળરહે.અજરાખોલી મચ્છીબજાર પાસે, તા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર) (૨) સૈયદ ઝહીર હુસેન મુજફર હુસેન ઉ.વ.૨૨ રહે.બિલ્ડીંગ નં.જી, છઠ્ઠો માળ, સુમન વંદન આવાસ, જહાંગીરપુરા સુરત શહેર. મુળરહે.ગાવ-નિંબાહેડા તા.ચિતોડગઢ જી.ચિતોડગઢ. (૩) મનોજ શ્રાવણ ચૌધરી ઉમર ૪૦ ધંધો. ડ્રાઇવર રહે.ઘર નંબર ૧૪૪ વિનાયક નગર પાંડેસરા સુરત શહેર મૂળ વતન એરંડોલ ગામ તા.એરંડોલ જી.જલગાંવ મહારાષ્ટ્ર. વાળાને ઝડપી પાડી તેના કબજામાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન ૪૨.૩૫૦ ગ્રામ કિમત રૂ.૧,૫૭,૦૫૦/-, મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ.૫૩,૪૦૦/-, હુન્ડાય કંપની ઓરા ફોરવ્હિલ રજીસ્ટ્રેશન નં. જીજે-૦૫-આરએકસ-૯૭૮૭ કિ.રૂ.૫,૪૦,૦૦૦/-, મળી કુલ કિ.રૂ.૦૮,૫૦,૪૫૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
