તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં SOGને મોટી સફળતા :રેહાન મસ્જિદ સામેના તૂટેલા મકાનમાંથી અંદાજે 8 કિલોગ્રામ જેટલો ગાંજો જપ્ત કરાયો
મહમદ તાહિર અને કરણ કોકુલવાર નામના બે શખ્સોની ધરપકડ: બન્ને આરોપીઓનો પહેલાથી જ ગુનાહિત ઈતિહાસ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન SOGએ મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ રેહાન મસ્જિદ સામે આવેલા તૂટેલા મકાનમાંથી અંદાજે 8 કિલોગ્રામ જેટલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 4 લાખ રૂપિયાથી વધુ ગણાય છે. આ કેસમાં મહમદ તાહિર અને કરણ કોકુલવાર નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓનો પહેલાથી જ ગુનાહિત ઈતિહાસ છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
