હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપળા દરબાર રોડ ગાંધી ખડકીના એક બંધ મકાનમાં તસ્કરો ઘૂસ્યા તાળું રોકડ રકમ લઈ નાશી છૂટ્યા
પહેલા મોચીવાડના મકાનોના દરવાજા ખખડાવ્યા પરંતુ કોઈએ દરવાજા નહીં ખોલતા આખરે આ બંધ મકાનને ટાર્ગેટ બનાવ્યું: બંધ મકાનનું તાળું તોડી અંદાજે ૧૫ હજાર રૂપિયા રોકડા લઈ ગયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : રાજપીપળા દરબાર રોડ સ્થિત ગાંધી ખડકી ના એક બંધ મકાનનું તાળું તોડી તસ્કરો રોકડ રકમ ચોરી નાશી છૂટ્યા હતા. જોકે આ બાબતે મકાન માલિકે કોઈ સત્તાવાર ફરિયાદ આપી નથી ફક્ત પોલીસ ને જાણ કરી હતી.
મળતી માહિતી મુજબ દરબાર રોડ ગાંધી ખડકીમાં આવેલા દિનેશભાઈ ચૌહાણ ના બંધ મકાનનું તાળુ તોડી તસ્કરો અંદર ઘૂસી રોકડ રૂપિયા અંદાજે ૧૫ હજાર જેવી રકમ ચોરી કરી ગયા હતા.
એક તરફ આખા જિલ્લાની પોલીસ પીએમના કાર્યક્રમ માં કેવડીયામાં હતી ત્યારે બીજી તરફ ચોરોએ આ ચોરી ને અંજામ આપ્યો હતો. જાણવા મળ્યા મુજબ મકાન માલિક પરિવાર સાથે વડોદરા રહેતા હોય રાજપીપળાના મકાન ને તાળું હતું. જોકે ચોરો પહેલા દરબાર રોડ મોચીવાડ માં એક બે મકાનોના દરવાજા ખખડાવી ચોરી નો પ્રયાસ કર્યો પરંતુ ઘર માંથી કોઈ બહાર નહીં આવતા તેમણે બાજુ માં જ આવેલી ગાંધી ખડકી ના આ બંધ મકન ને ટાર્ગેટ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મકન માલિક ને આ બાબતે જાણ થતાં તેઓ વડોદરા થી આવી પોલીસ સ્ટેશન ગયા પરંતુ ફરિયાદ આપી નથી, ત્યારે રાજપીપળા પોલીસ ને આ બાબતે જાણ થતાં જ પોલીસ માણસો ઘટના સ્થળે આવી તપાસ કરી ગયા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
