<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

વિરમગામમાં પાન પાર્લર અને ગેરેજની આડમાં ચાલતા વરલી મટકાના જુગાર પર SMCના દરોડા: 26 શખ્સોને ઝડપી લેવાયા

રૂ.4.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો: SMCની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા .

વિરમગામમાં પાન પાર્લર અને ગેરેજની આડમાં ધમધમતા વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં જુગાર રમતા અને રમાડતા કુલ 26 શખ્સોને ઝડપી પાડી રૂ.4.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. સ્થાનિક પોલીસની જાણ બહાર ચાલતા આ નેટવર્ક સામે SMCની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિરમગામ વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો.

આરોપીઓ દ્વારા જાહેરમાં શંકા ન જાય તે રીતે પાન પાર્લર અને ગેરેજની આડમાં વરલી મટકાના આંકડાનો જુગાર રમાડવામાં આવતો હતો.

(12:13 PM IST)