News of Saturday, 26th September 2026
અમદાવાદમાં નરોડા વિસ્તારમાં એસએમસીનો સપાટો :દારૂ -બિયરની 3408 બોટલો સહીત 26 લાખથી વધુનો મુદામાલ જપ્ત : આરોપીઓ વોન્ટેડ જાહેર
ગેલેક્ષી પાર્લર પાસે અમદાવાદ હિંમતનગર રોડ પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવાયો

અમદાવાદ શહેરના નરોડા પો.સ્ટે.ની હદમાંથી રૂપિયા ૧૧,૨૭,૪૦૭/- નો IMFL જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી લેવાયો છે
જી.એસ.મલિક, IPS પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ, જે સંદર્ભે સ્ટેટ મોનીટરીંગ સેલનીટીમોને કામગીરી સોંપવામાં આવેલ.
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર પી.પી.બ્રહ્મભટ્ટનાઓએ ગેલેક્ષી પાર્લર પાસે, અમદાવાદ- હિંમતનગર તરફ જતા રોડ ઉપર, નરોડા, અમદાવાદ શહેર ખાતે રેઈડ કરી ભારતીય બનાવટના દારૂ/બીયરની પેટી નંગ- ૭૧(આશરે), બોટલ નંગ- ૩૪૦૮, કિં.રૂ. ૧૧,૨૭,૪૦૭/- તથા વાહન નંગ-૦૧ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૨૬,૨૭,૪૦૭/- નો મુદ્દામાલ કબ્જે કરેલ.
રેઇડ દરમ્યાન નીચે જણાવેલ વોન્ટેડ-૦૬ આરોપીઓ વિરુધ્ધ અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી. ગુ.ર.નં- ૧૧૧૯૧૦૩૫૨૬૦૬૮૧/૨૦૨૬, પ્રોહી. એક્ટ કલમ-૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તથા ભારતીય ન્યાય સંહીતા- ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨), ૨૮૧, ૧૧૧(૩), ૧૧૧(૪) મુજબનો ગુનો તા.૨૬/૦૯/૨૦૨૬ ના રોજ દાખલ કરાવેલ છે.
-: વોન્ટેડ આરોપીઓ- ૦૬
(૧) ગુલાબસિંહ ઉર્ફે વાસુ રામસિંહ વાઘેલા રહે. રામનગર, તા.દાંતીવાડા, જિ.બનાસકાંઠા
(૨) દારૂનો જથ્થો મંગાવનાર
(૩) દારૂનો જથ્થો લઇ આવેલ ઇનોવા ગાડીનો ડ્રાઈવર, ક્લીનર, માલીક સહીત ૦૪ આરોપીઓ
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
