<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ધોલેરામાં બનશે સ્‍માર્ટફોન અને હાઇ-એન્‍ડ ટીવીની ડિસ્‍પ્‍લે

૨૨૦૦થી વધુ લોકોને મળશે રોજગારીઃ હજારો પરોક્ષ રોજગારીની તકો પણ ઉભી થશે : ધોલેરા SIRમાં ક્રિસ્‍ટલ મેટ્રિક્‍સ લિમિટેડ દ્વારા રૂ. ૩,૦૬૮ કરોડ અને સુરત ખાતે સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂ. ૮૬૮ કરોડનું રોકાણ કરવામાં આવશે

 

 

અમદાવાદ તા.૯:   ઇન્‍ડિયા સેમિકન્‍ડક્‍ટર મિશન અંતર્ગત ગુજરાત આજે દેશમાં ચિપ મેન્‍યુફેક્‍ચરિગનું કેન્‍દ્ર બની રહ્યું છે. તાજેતરમાં જ મળેલી કેન્‍દ્રીય કેબિનેટ બેઠકમાં ઇન્‍ડિયા સેમિકન્‍ડક્‍ટર મિશન (ISM) હેઠળ ગુજરાત માટે વધુ બે રૂ. ૩,૯૩૬ કરોડના નવા અત્‍યાધુનિક સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ્‍સને મંજૂરી આપીને રાજ્‍યને સેમિકન્‍ડક્‍ટર ઇકોસિસ્‍ટમનો અભિન્ન અંગ અને ‘સિલિકોન સ્‍ટેટ' બનાવવાની દિશામાં મોટું પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું. આ બંને પ્રોજેક્‍ટ્‍સમાં ધોલેરા લ્‍ત્‍ય્‍માં ક્રિસ્‍ટલ મેટ્રિક્‍સ લિમિટેડ દ્વારા રૂ. ૩,૦૬૮ કરોડ અને સુરત ખાતે સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂ. ૮૬૮ કરોડનું રોકાણ કરવામાં આવશે, જે રાજ્‍યના ઔદ્યોગિક વિકાસમાં એક નવું સીમાચિホ સાબિત થશે, તેમ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પ્રધાન અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું.  ભારતનું પ્રથમ મિની/માઈક્રો-LED ડિસ્‍પ્‍લે ફેબ યુનિટ  ધોલેરામાં  સ્‍થપાશે. ધોલેરામાં નિર્માણ પામનાર આ મિની/માઇક્રો-એલઇડી ડિસ્‍પ્‍લેના ઉપયોગથી સ્‍માર્ટફોન, ઇલેક્‍ટ્રિક વાહનોના ડેશબોર્ડ અને હાઇ-એન્‍ડ ટીવી સ્‍ક્રીન ભવિષ્‍યમાં 'મેડ ઇન ગુજરાત' ચિપ્‍સથી સજ્જ થશે.

પ્રધાન મોઢવાડીયાએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતે સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્ર માટે સમર્પિત નીતિ જાહેર કરી છે, જેના પરિણામે રાજ્‍યમાં અંદાજે રૂ. ૧.૨૪ લાખ કરોડના ચાર મોટા પ્રોજેક્‍ટ્‍સ આકાર લઈ રહ્યા છે. આ ઉપરાંત વધુ બે સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ્‍સ ગુજરાતમાં નિર્માણ પામશે. આ ઇકોસિસ્‍ટમને વેગ આપવા માટે ગુજરાત સ્‍ટેટ ઇલેક્‍ટ્રોનિક્‍સ મિશન-GSEM સિગલ વિન્‍ડો ફેસિલિટેટર તરીકે કાર્ય કરી રહ્યું છે, જે રોકાણકારો માટે વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ બનાવે છે.

ભારત સરકારે આપેલી  મંજૂરીને આવકારતા પ્રધાને જણાવ્‍યું હતું કે, ગુજરાતે દેશની પ્રથમ સેમિકન્‍ડક્‍ટર પોલિસી જાહેર કરીને આ ક્ષેત્રે અનોખી પહેલ કરી હતી. જેના પરિણામે ભારતમાં ઇન્‍ડિયા સેમિકન્‍ડક્‍ટર મિશન હેઠળ મંજૂર થયેલા કુલ ૧૨ સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ્‍સમાંથી ૦૬ પ્રોજેક્‍ટ્‍સ ગુજરાતના ભાગે આવ્‍યા છે અને રાજ્‍યમાં આ ક્ષેત્રે સૌથી વધુ કામગીરી થઈ રહી છે. આ નવા ૨ પ્રોજેક્‍ટ્‍સથી માત્ર રૂ. ૩,૯૩૬ કરોડનું રોકાણ જ નહીં, પરંતુ ૨,૨૩૦થી વધુ યુવાનોને ઉચ્‍ચ ટેકનિકલ રોજગારી મળશે અને હજારો પરોક્ષ રોજગારીની તકો પણ ઉભી થશે.

ભારત સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં ચિપ ડિઝાઈનિગથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિગ સુધીની સમગ્ર વેલ્‍યુ ચેઈન મજબૂત બની છે. ગુજરાત સ્‍ટેટ ઇલેક્‍ટ્રોનિક્‍સ મિશન (GSEM) આ બંને કંપનીઓને જમીન, પાણી, વીજળી અને અન્‍ય માળખાગત સુવિધાઓમાં સંપૂર્ણ સહયોગ આપીને પ્રોજેક્‍ટ્‍સને સમયસર કાર્યરત કરવા માટે કટિબદ્ધ છે, તેમ પણ  મોઢવાડિયાએ ઉમેર્યું હતું.કેન્‍દ્રીય કેબિનેટે ગુજરાતમાં મંજૂર કરેલા આ બે સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ્‍સ અંગે વિગતવાર માહિતી આપતા પ્રધાન અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્‍યું હતું કે, ધોલેરા સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રીજન હવે વિશ્વના અત્‍યાધુનિક ચિપ મેન્‍યુફેક્‍ચરિગ સેન્‍ટરોની હરોળમાં સામેલ થયું છે. ક્રિસ્‍ટલ મેટ્રિક્‍સ લિમિટેડ દ્વારા ધોલેરા SIRમાં રૂ. ૩,૦૬૮ કરોડના રોકાણ સાથે દેશની પ્રથમ કમ્‍પાઉન્‍ડ સેમિકન્‍ડક્‍ટર ફેબ્રિકેશન સુવિધા સ્‍થાપવામાં આવશે.

આ પ્‍લાન્‍ટની વિશેષતા અંગે તેમણે કહ્યું  કે, ક્રિસ્‍ટલ મેટ્રિક્‍સ દ્વારા સ્‍થાપવામાં આવનાર સુવિધામાં ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) ટેકનોલોજી પર આધારિત મિની/માઇક્રો-એલઇડી ડિસ્‍પ્‍લે બનશે. જે અત્‍યાર સુધી માત્ર આયાત કરવામાં આવતી હતી. આ સુવિધા વાર્ષિક ૭૨,૦૦૦ ચોરસ મીટર ડિસ્‍પ્‍લે પેનલ્‍સ અને ૨૪,૦૦૦ સેટ RGB વેફર્સનું નિર્માણ કરશે. ધોલેરામાં નિર્માણ પામનાર આ મિની/માઇક્રો-એલઇડી ડિસ્‍પ્‍લેના ઉપયોગથી સ્‍માર્ટફોન, ઇલેક્‍ટ્રિક વાહનોના ડેશબોર્ડ અને હાઇ-એન્‍ડ ટીવી સ્‍ક્રીન ભવિષ્‍યમાં મેડ ઇન ગુજરાત ચિપ્‍સથી સજ્જ થશે. આ ઉપરાંત હીરા અને ટેક્‍સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર હવે હાઇ-ટેક સેમિકન્‍ડક્‍ટર ચિપ્‍સનું ઉત્‍પાદન પણ કરશે. સુચી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ (SSPL) દ્વારા રૂ. ૮૬૮ કરોડના ખર્ચે સુરતમાં સેમિકન્‍ડક્‍ટર એસેમ્‍બલી એન્‍ડ ટેસ્‍ટ (OSAT) સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં, વાર્ષિક ૧૦૩.૦૩ કરોડથી વધુ ચિપ્‍સનું ઉત્‍પાદન કરશે. આ ચિપ્‍સ ઓટોમોબાઇલ અને ઇન્‍ડસ્‍ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રની માંગને પહોંચી વળવામાં મદદરૂપ થશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

(3:22 PM IST)