<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

વડોદરાના ડભોઈ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે સાર્વત્રિક વરસાદ

ડભોઈના ઝારોલા વાગા, જૈન વાગા, ટાવર બજાર, શિનોર રોડ, સરિતા પાર્ક સહિતના શહરી વિસ્તારો અને નડા, મોટા હબીપુરા, મંડાળા, ફરતીકુઈ, સાઠોદ, ચાંદોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો

વડોદરાના શિનોર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ઝરમર તેમજ ક્યારેક ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત ડભોઈ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ડભોઈના ઝારોલા વાગા, જૈન વાગા, ટાવર બજાર, શિનોર રોડ, સરિતા પાર્ક સહિતના શહરી વિસ્તારો અને નડા, મોટા હબીપુરા, મંડાળા, ફરતીકુઈ, સાઠોદ, ચાંદોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.

(6:02 PM IST)