તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
નસવાડીના ચામેઠા ગામે આકાશી આફત:વીજળી પડતા ખેતરમાં કામ કરતા આશાસ્પદ યુવકનું મોત
કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે ત્રાટકેલી આકાશી વીજળીએ યુવકનો ભોગ લેતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે કુદરતી હોનારતની ગમખ્વાર ઘટના બની છે. તાલુકાના ચામેઠા ગામે અચાનક બદલાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા એક આશાસ્પદ યુવકનું કરૂણ મોત નીપજ્યું છે. કમોસમી વરસાદ અને ગાજવીજ સાથે ત્રાટકેલી આકાશી વીજળીએ યુવકનો ભોગ લેતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા આ મામલે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
