તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 4th October 2026
મહેસાણાના કડીના થોળમાં 5 વર્ષીય બાળકીનું કંકાલ મળ્યું: જંગલી પ્રાણીએ શિકાર કર્યો હોવાની શંકા
કંકાલનું અમદાવાદ સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું :FSL અને DNA રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

મહેસાણાના કડીના થોળમાં 5 વર્ષીય બાળકીનું કંકાલ મળ્યું છે ગત શનિવારથી ગુમ પાયલનું શંકાસ્પદ મોત થયું છે. ઘરથી 1 કિલોમીટર દૂર ખેતરમાંથી અવશેષો મળ્યા હતા કપડાંના આધારે બાળકીની ઓળખ કરાઈ હતી CCTVમાં બાળકી રોડ કે ખેતર તરફ જતી દેખાઈ હતી. જંગલી પ્રાણીએ બાળકીનો શિકાર કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. અજગર બાળકીને ગળી હોવાની પણ આશંકા સેવાઈ છે. કંકાલનું અમદાવાદ સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે FSL અને DNA રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. મહેસાણાના બાવળુ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે .
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
