News of Sunday, 4th October 2026
સુરતના સરોલીમાં કુબેરજી ટેક્સટાઇલ્સ માર્કેટમાં લિફ્ટ અચાનક ખોટકાતા છ લોકો અંદર ફસાયા
લગભગ એક કલાકની જહેમત બાદ ફાયર વિભાગે લિફ્ટમાં ફસાયેલા તમામ 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યા

સુરતના સારોલી વિસ્તારમાં આવેલા કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થઈ જતા અંદર રહેલા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી મદદ માગી હતી.
ઘટનાની જાણ થતાં મનપાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
લગભગ એક કલાકની જહેમત બાદ ફાયર વિભાગે લિફ્ટમાં ફસાયેલા તમામ 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.
લિફ્ટ અચાનક ખોટકાતા થોડા સમય માટે માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવતા વેપારીઓ અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
