<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ગાંધીનગર મનપાના છ એન્જિનિયરોની બદલી કરાઈ : કામમાં બેદરકારી અને ગેરરીતિના આક્ષેપ

મનપાના વોર્ડ નંબર 11માં પેવર બ્લોક અને ચેઇન લિંક શેડની કામગીરી દરમિયાન ગેરરીતિ જોવા મળી

ગાંધીનગર મહાનગરપાલિકામાં કામકાજમાં બેદરકારી અને ગુણવત્તામાં ખામી સામે આવતાં છ એન્જિનિયરોની બદલી કરવામાં આવી છે. બિલ મંજૂર કરવાની પ્રક્રિયા દરમિયાન સ્થળ તપાસ કરવામાં આવતાં કામગીરીમાં ગેરરીતિઓ સામે આવી હતી. આ મામલે ચાર નાયબ કાર્યપાલક ઇજનેર અને બે મદદનીશ ઇજનેરની બદલી કરવામાં આવી છે. ખાસ કરીને મનપાના વોર્ડ નંબર 11માં પેવર બ્લોક અને ચેઇન લિંક શેડની કામગીરી દરમિયાન ગેરરીતિ જોવા મળી હોવાનું સામે આવ્યું છે. વિકાસકાર્યોની ગુણવત્તા અને બિલ મંજૂરીની પ્રક્રિયા અંગે સવાલો ઊભા થતાં તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. સરકારી કામોમાં ગુણવત્તા જળવાય અને નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા રહે તે માટે તંત્ર દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.

 

(7:44 PM IST)