<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

સાબરકાંઠાની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા સંગઠનની બહેનોએ જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે મા ઉમિયાના દિવ્ય દર્શન કર્યા

જાસપુર ખાતે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી ઊંચા ૫૦૪ ફૂટ નિર્માણાધીન ભવ્ય ઉમિયા માતાજી મંદિરના નિર્માણ સ્થળની મુલાકાત લઈ બહેનો ભાવવિભોર બન્યા

રાજકોટ: સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહિલા સંગઠન તેમજ યુવા મહિલા સંગઠનની બહેનોએ અમદાવાદ સ્થિત જાસપુર ખાતે આવેલ વિશ્વ ઉમિયાધામની પવિત્ર મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મહિલાઓએ જગતજનની મા ઉમિયાના દિવ્ય દર્શન કરીને આત્મિક ધન્યતા અને ભાવવિભોરતા અનુભવી હતી.

દર્શન બાદ, બહેનોએ જાસપુર ખાતે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી ઊંચા એટલે કે ૫૦૪ ફૂટ નિર્માણાધીન ભવ્ય ઉમિયા માતાજી મંદિરના નિર્માણ સ્થળની વિશેષ મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક પ્રકલ્પ વિશે વિગતવાર માહિતી મેળવીને મહિલાઓ અભિભૂત થઈ હતી અને સમગ્ર સંકુલના નિર્માણ કાર્ય અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

(5:51 PM IST)