<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

સીંગલ ક્‍લિક પેમેન્‍ટ પ્રોગ્રામનો હર્ષ સંઘવીના હસ્‍તે શુભારંભ

વિવિધ ઔદ્યોગિક તથા MSME યોજનાઓનાં લાભાર્થીઓને સમયસર સહાય મળતી રહે તે માટે પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને ટેકનોલોજી આધારિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે : નાયબ મુખ્‍યમંત્રી

ગાંધીનગર, તા. ૩૦ : ગુજરાત સરકારનાં ઉદ્યોગ અને સુક્ષ્મ, લઘુ અને મધ્‍યમ કક્ષાનાં ઉદ્યોગોનાં વિભાગ દ્વારા રાજ્‍યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના હેતુસર વાઇબ્રન્‍ટ ગુજરાત રીજનલ કોન્‍ફરેંસ, સુરત અંતર્ગત આજે  સવારે ૧૧:૦૦ વાગ્‍યે નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્‍તે "Single Click Payment Program"નું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ અને પ્‍લ્‍પ્‍ચ્‍ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૧૧, ૦૨૯  લાભાર્થીઓને રૂ. ૧૩૪૯.૫૦ કરોડની રકમ ઈ-પેમેન્‍ટ મારફતે એક જ સમયે તેમના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી હતી. જેમા મુખ્‍યત્‍વે પ્‍લ્‍પ્‍ચ્‍ની વિવિધ યોજના હેઠળ ૭,૪૯૫ લાભાર્થીઓને ૨૯૯.૭૫ કરોડ, ટેક્ષટાઇલ યોજનામાં ૩,૪૨૩  લાભર્થીઓને ૫૩૮.૭૬ કરોડ તથા લાર્જ ઇન્‍ડસ્‍ટ્રીનાં ૧૧૧ લાભાર્થીઓને ૫૧૦.૯૯ કરોડની સહાયનો સમાવેશ થાય છે.

રાજ્‍ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ ઔદ્યોગિક તથા MSME યોજનાઓનાં લાભાર્થીઓને સમયસર સહાય મળતી રહે તે માટે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શનમાં આ પ્રકારના કાર્યક્રમો દ્વારા ચુકવણી પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને ટેકનોલોજી આધારિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું છે.

ગુજરાત સરકાર રાજ્‍યમાં ઉદ્યોગ વિકાસ, રોકાણ પ્રોત્‍સાહન, ઉત્‍પાદન વળદ્ધિ અને રોજગારી સર્જન માટે સતત પ્રયત્‍નશીલ છે અને પ્‍લ્‍પ્‍ચ્‍ ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્રોત્‍સાહક યોજનાઓ અમલમાં મૂકી રહી છે.

આ ૅસિંગલ ક્‍લિક પેમેન્‍ટ પ્રોગ્રામૅ દ્વારા લાભાર્થીઓને સહાય રકમ ત્‍વરિત અને પારદર્શક રીતે પ્રાપ્ત થાય છે.

(3:45 PM IST)