<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

અમદાવાદના સિંધુ ભવન રોડ પર 34 માળની બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન દરમિયાન સાઈડની દીવાલ ધરાશાયી

દીવાલ તૂટવાને કારણે બાજુમાં આવેલ 'Arista' સ્કીમના લાઈટના મીટર પણ ખાડામાં ખાબક્યા જેથી વીજ પુરવઠો ખોરવાયો

અમદાવાદના સિંધુ ભવન રોડ પર 'A શ્રીધર' સ્કીમમાં 34 માળની બિલ્ડિંગ માટે ચાલતી મેઝમેન્ટ કામગીરી દરમિયાન સાઇડની દીવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. દીવાલ તૂટવાને કારણે બાજુમાં આવેલ 'Arista' સ્કીમના લાઈટના મીટર પણ ખાડામાં ખાબક્યા હતા, જેથી વીજ પુરવઠો ખોરવાયો છે. આ દુર્ઘટનાને પગલે છેલ્લા 5 દિવસથી રહેણાક અને કોમર્શિયલ એકમો બંધ છે તેમજ AMC ના મલ્ટિલેવલ પાર્કિંગ અને આસપાસના ફ્લેટના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ પરિસ્થિતિની ગંભીરતાને જોતા તમામ મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને દુકાનો પણ સંપૂર્ણપણે બંધ જોવા મળી રહી છે.

(6:40 PM IST)