તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
સુરત SBI લૂંટ કેસમાં પોલીસ પર હુમલો કરનાર આરોપી શુભમની હાલત નાજુક :વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો
લૂંટમાં વપરાયેલું હથિયાર રિકવર કરવા દરમિયાન શુભમે એ જ બંદૂકથી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જવાબમાં સ્વબચાવમાં ફાયરિંગ કરતા શુભમને ડાબા પગમાં ગોળી વાગી

સુરત SBI બેંકમાં રૂ. 50 લાખની લૂંટ ચલાવનાર મુખ્ય આરોપી શુભમસિંગને પોલીસ એન્કાઉન્ટરમાં ઈજા થયા બાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, લૂંટમાં વપરાયેલું હથિયાર રિકવર કરવા દરમિયાન શુભમે એ જ બંદૂકથી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેના જવાબમાં એસીપી કિરણ મોદીએ સ્વબચાવમાં ફાયરિંગ કરતા શુભમના ડાબા પગમાં ગોળી વાગી હતી.
આ ઘટના બાદ પ્રાથમિક તબક્કે તેને કીમની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, પરંતુ વધુ સારવારની જરૂરિયાત જણાતા હવે તેને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડાયો છે. હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ તેની સારવાર ચાલી રહી છે અને તબીબો તેની સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
