તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
શ્રી વિશ્વ હિંગળાજ ટ્રસ્ટે બ્રહ્મક્ષત્રિય સમાજ માટે ૧૦ મુદ્દાની કાર્યરૂપરેખા રજૂ કરવા જ્ઞાતિ આગેવાનોની બેઠક યોજી
શ્રી હિંગળાજ ધામના નિર્માણની દિશામાં પ્રથમ પગલું: ભગવતી હિંગળાજ યજ્ઞની જાહેરાત : "શ્રી વિશ્વ હિંગળાજ ટ્રસ્ટની જ્ઞાતિ આગેવાનોની બેઠકમાં ૧૦ મુદ્દાની કાર્યરૂપરેખા રજૂ; "બ્રહ્મક્ષત્રિય કેપ્ટન સ્મિત મચ્છર" ના શૌર્ય સાહસનું સન્માન"

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રી વિશ્વ હિંગળાજ ટ્રસ્ટ દ્વારા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે બ્રહ્મક્ષત્રિય સમાજના જ્ઞાતિ આગેવાનોની બેઠક યોજી હતી.આ બેઠકમાં વિવિધ 38 થી પણ વધુ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, બેઠકમાં આસ્થા, એકતા, સેવા અને પ્રગતિના પાયા પર ટ્રસ્ટની દૃષ્ટિ અને ૧૦ મુદ્દાની કાર્યરૂપરેખા રજૂ કરવામાં આવી.
એક કુળદેવી, એક ઓળખ :
ટ્રસ્ટનો ઉદ્દેશ્ય સમસ્ત બ્રહ્મક્ષત્રિય સમાજને એક કુળદેવી અને એક ઓળખ હેઠળ એકત્ર કરવાનો છે. આજે સમાજ વસવાટ પ્રમાણે ગુજરાતી, સોરઠીયા, કચ્છી, મારવાડી, દિવેચા અને હાલાઈ જેવી ઓળખમાં વહેંચાયેલો છે. ટ્રસ્ટ યુવા પેઢીને ધાર્મિક-સાંસ્કૃતિક મૂળ સાથે જોડવા અને શિક્ષણ, આરોગ્ય તથા રોજગાર માટે સંગઠિત સહાય ઊભી કરવા માગે છે.
દૃષ્ટિકોણ: શ્રી હિંગળાજ ધામ :
ટ્રસ્ટનું કેન્દ્રીય સ્વપ્ન શ્રી હિંગળાજ ધામ છે.ભવ્ય મંદિર અને સેવા સંકુલ, જે સમાજની આસ્થા, એકતા અને પ્રગતિનું રાષ્ટ્રીય કેન્દ્ર બને. તેને સહાયક આયોજનોમાં સમાવેશ થાય છે
જિલ્લાવાર સંપર્ક સમિતિઓનું નેટવર્ક :
જરૂરિયાતમંદ પરિવારોને લક્ષિત સહાય માટે સમાજનો ડિજિટલ પરિવાર ડેટાબેઝ
યુવાનો માટે ઉત્સવો, સત્સંગ અને સંસ્કાર શિબિરો
મહિલા અને યુવા કૌશલ્ય વિકાસ
સમસ્ત ભારતમાં છ સેવા ક્ષેત્રો
ટ્રસ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, આરોગ્ય, સમાજ કલ્યાણ તથા આપત્તિ રાહત અને પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરશે. આ કાર્ય ટ્રસ્ટ બંધારણના ૨૫ ઉદ્દેશો પર આધારિત છે. શિષ્યવૃત્તિ, છાત્રાલય, આરોગ્ય કેમ્પ, રક્તદાન, કૌશલ્ય તાલીમ, અન્નક્ષેત્ર અને ધર્મશાળા જેવી પ્રવૃત્તિઓ આયોજનમાં છે.
પ્રથમ પગલું: ભગવતી હિંગળાજ યજ્ઞ :
ટ્રસ્ટ સમસ્ત બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના સામૂહિક ભગવતી હિંગળાજ/ વિષ્ણુયાગ યજ્ઞથી શુભારંભ કરશે, જેમાં દરેક ગામ-શહેરના પરિવારો એક જ મંચ પર આવશે. યજ્ઞ સાથે જ સભ્ય નોંધણી અને પરિવાર ડેટાબેઝનો પ્રારંભ થશે. યજ્ઞની તારીખ અને સ્થળ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
તબક્કાવાર કાર્યયોજના :
યજ્ઞ, પાંચ પ્રકોષ્ઠ (સેલ) ની રચના, સંયોજકોની નિમણૂક અને સભ્ય નોંધણીનો શુભારંભ.
જિલ્લાવાર સંપર્ક યાત્રા, પરિવાર ડેટાબેઝ અને સભ્ય નોંધણી અભિયાન.
આરોગ્ય કેમ્પ, શિષ્યવૃત્તિ વિતરણ, નવરાત્રિ મહોત્સવ અને મહિલા તાલીમ વર્ગો.
શ્રી હિંગળાજ ધામનું નિર્માણ, છાત્રાલય, કાયમી સેવા કેન્દ્રો અને રાષ્ટ્રીય નેટવર્ક.
પાંચ પ્રકોષ્ઠ (સેલ) : સંયોજકો માટે આમંત્રણ
કાર્ય લીગલ પ્રકોષ્ઠ, ડૉક્ટર પ્રકોષ્ઠ, શૈક્ષણિક પ્રકોષ્ઠ, માતૃશક્તિ પ્રકોષ્ઠ (મહિલા) અને યુવા શક્તિ પ્રકોષ્ઠ દ્વારા થશે. દરેક પ્રકોષ્ઠ માટે સંયોજક અને સહ-સંયોજકની જરૂર છે, અને સમાજજનોને સ્વૈચ્છિક રીતે જોડાવા આમંત્રણ છે.
પારદર્શિતા :
પ્રગતિ અહેવાલ, કારોબારી સમીક્ષા, સામાન્ય સભા અને સ્વતંત્ર ઓડિટની પ્રતિબદ્ધતા .
કેવી રીતે જોડાશો :
સમાજજનો સપરિવાર યજ્ઞમાં જોડાઈ શકે, પોતાના વિસ્તારના પરિવારોને ટ્રસ્ટ સાથે જોડી શકે અને સભ્ય બની શકે. સાથે જ સંયોજક તરીકે જવાબદારી લઈ શકાય અને "તન, મન, ધન" સમય, વિચાર અને યથાશક્તિ દાન દ્વારા સહભાગી થઈ શકાય.
આ પ્રસંગે સમાજના જાણીતા શૂરવીર સાહસિક કેપ્ટન સ્મિત મચ્છરના શૌર્ય અને સાહસનું સન્માન પણ કરવામાં આવ્યું, જેની બહાદુરી અને સુઝબુઝ ની પ્રશંસા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાઓ એ કરી છે, "બ્રહ્મક્ષત્રિય કેપ્ટન સ્મિત મચ્છર" ના સાહસને સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજ વતી પધારેલા અગ્રણીઓએ તેમના પરિવારનું મીમેંટો આપી બિરદાવ્યા હતા,
સ્થાપક ટ્રસ્ટી મંડળ : સુધીરભાઈ દુબલ, હરીશ મચ્છર, જયકુમાર ખત્રી, અતુલ વીંછી, મહેશકુમાર ખત્રી, પ્રવીણભાઈ ખત્રી, અશોકભાઈ વાઢેર, પ્રકાશભાઈ બોસમીયા, વિનોદભાઈ ખત્રી, રાજેશભાઈ નિર્મળ, બિપીનભાઈ વીંછી, કરણ ઠાકોર, હેમન દુબલ, તુષારભાઈ છાટબાર અને ધર્મેશભાઈ ખત્રી.
શ્રી વિશ્વ હિંગળાજ ટ્રસ્ટ વિશે :
શ્રી વિશ્વ હિંગળાજ ટ્રસ્ટ માં હિંગળાજ પ્રત્યેની શ્રદ્ધાને સંગઠિત, કાયમી સ્વરૂપ આપવા અને ધાર્મિક, શૈક્ષણિક તથા આરોગ્ય સેવાઓ દ્વારા બ્રહ્મક્ષત્રિય સમાજના દરેક પરિવાર સુધી પહોંચવા કાર્યરત છે.
"સંઘે શક્તિ કલૌ યુગે". મૂળ મંત્ર સાથે ટ્રસ્ટનો શુભારંભ થયો
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
