News of Thursday, 8th October 2026
ભારતના નકશા પર ‘‘સ્વસ્તિક'' રચશે શ્રી રામકથા
પૂ.મોરારીબાપુની ત્રીજી રેલ કથાયાત્રાનો શનિવારથી કન્યાકુમારીથી પ્રારંભ :નવ રાજ્યોના તીર્થોને કરશે

રાજકોટઃ તા.૮,પૂ.મોરારીબાપુનો હંમેશા મંત્ર રહ્યો છે કે ‘‘ચરૈવૈતી ચરૈવૈતી'' તેથી વ્યાસગાદી સમગ્ર વિશ્વમાં સત્ય પ્રેમને કરુણાનો સંદેશ લઈને જન સમુદાયમાં મૂલ્યોના વાવેતર માટે વિચરતી રહી છે. તેના ભાગરૂપે બાપુનો એક સંકલ્પ હતો કે ભારતના નકશામાં એક સ્વસ્તિક યાત્રાનું આયોજન કરીને વ્યાસપીઠ ભારતની તીર્થ ભૂમિની યાત્રા કરે.
આ સંકલ્પના પરિપાકરૂપે દક્ષિણથી ઉત્તર તરફની સ્વસ્તિક યાત્રાનું પ્રથમ ચરણ કન્યાકુમારીથી ૧૦ ઓક્ટોબરના રોજ પ્રારંભ થવાનું છે. ભારતીય રેલ વિભાગના સહયોગથી અને સનાતન ધર્મ સેવા સંસ્થાન ઉદેપુરના મનોરથથી યોજાઈ રહેલી આ મંગલ અને પાવનકારી યાત્રા દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના કન્યાકુમારીથી આરંભ થશે.હિન્દુ ધર્મના અધ્યાત્મના શિખર મહાપુરુષ એવા સ્વામી વિવેકાનંદને અહીં મહાધ્યાનની અનૂભૂતિ થઈ હતી.બાણાસુરનો વધ પણ અહીં થયાનું કહેવાય છે.તે સ્થળેથી આ કથા આરંભાશે.૧૦ મી ઓક્ટોબર ના સવારે ૧૧:૦૦ કલાકે કન્યાકુમારીના રેલ્વે સ્ટેશન ખાતે ખાતે કથાનો ઉદઘાટન સમારોહ યોજાશે. જેમાં પૂ. મોરારિબાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી અને પોતાનો ભાવ વ્યક્ત કરશે.
તે જ દિવસે બપોર પછી કન્યાકુમારીના વિવેકાનંદ પરિસરમાં પ્રથમ દિવસની કથાનું ગાન થશે.રાત્રે ટ્રેન મારફતે કુલ ૧૨ દિવસ ચાલનારી આ કથા યાત્રા પોતાના અલગ અલગ ગંતવ્ય સ્થાન તરફ ગતિ કરશે. ૧૧મી એ કાલડી ૧૨મીએ શળંગેરી, ૧૩ હંપી, ૧૪ મી એ પંપા સરોવર,૧૫ મે તુલજાપુર,૧૬ મી ઓમકારેશ્વર, ૧૭મી ઝાંસી, ૧૮ મી મથુરા, ૧૯ મી કુરુક્ષેત્ર, ૨૦ મી વાઘા બોર્ડર, ૨૧ મી જમ્મુ, ૨૩ મીએ કેદારનાથમાં કથા વિરામ થશે.આ યાત્રા ભારતના કુલ ૯ રાજ્યોમાંથી પસાર થશે.
આ દક્ષિણથી ઉત્તર છેડાનો પહેલો તબક્કો પુરો થયા બાદ તા ૧૪/૧૧ થી દ્વારકાથી પુરી એટલે કે પશ્રિ્ચમથી પુર્વનો બીજો મણકો યોજાશે.કથાના યાત્રિકોમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તેમ તખુભાઈ સાંડસુર(વેળાવદર)ની યાદીમાં જણાવ્યું છે. (૩પ-૧૦) વંદન
મહેસૂલી કર્મચારીઓની હડતાલ બીજા દિવસમાં પરીણમીઃ હાથમાં સાવરણા લઇ કર્મચારીઓનું સફાઇ અભિયાનઃ તંત્ર ઉપર તડાપીટ
પુરવઠાની તમામ ઝોનલ કચેરીમાં ર દિવસમાં હજારો રાશનકાર્ડની કામગીરી ઠપ્પ
કર્મચારીઓ લડવાના મૂડમાં: સરકારે કોઇ વાટાઘાટો માટે બોલાવ્યા નથીઃ કોઇ કડક પગલા પણ જાહેર કર્યા નથી
રાજકોટ તા. ૮ :.. રાજ્યના મહેસૂલ વિભાગના આશરે આઠ હજાર જેટલા કર્મચારીઓની હડતાળઆજે બીજા દિવસમાં પરીણામી છે. કર્યું છે, જેના પગલે રાજ્યભરનું વહીવટી તંત્ર ખોરવાઈ ગયું છે. ચાલી રહેલા વિવાદનો કોઈ સકારાત્મક ઉકેલ ન આવતાં રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળે સરકાર સામે મોરચો માંડ્યો છે. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરોએ આંદોલનમાં હિસ્સો લેનારા કર્મચારીઓને ‘સર્વિસ બ્રેક' કરવાની ચીમકી આપી છે, તેમ છતાં પણ કર્મચારીઓ પોતાની હડતાળ પર યથાવત રહ્યા છે.
આજથી શરૂ થયેલ બેમુદતી હડતાળને લીધે વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે અત્યંત જરૂરી એવા જાતિના દાખલા, આવકના પ્રમાણપત્રો, નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા અટકી પડી છે. મામલતદાર કચેરીઓમાં જમીનની કાચી-પાકી નોંધો, હક્ક પત્રક, વારસાઈ આંબો અને મિલકત ટ્રાન્સફરને લગતી તમામ વહીવટી કામગીરીઓ ઠપ્પ થઈ જવા પચમી છે. હડતાલ ઉગ્ર બની છે, આજે રાજકોટ સહિત રાજયભરમાં મહેસૂલી કર્મચારીઓ-હોદેદારોએ કલેકટર કચેરી બહાર હાથમાં સાવરણી લઇ સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું, જેના પરીણામે સરકારી તંત્ર ઉપર તડાપીટ બોલી હતી.
આજે સવારના અહેવાલો મુજબ હજુ સુધી સરકારે વાટાઘાટ માટે બોલાવ્યા નથી, કોઇ કડક પગલા પણ જાહેર કર્યા નથી. કચેરીઓમાં ફાઇલોના ઢગલા થયા છે.
મહેસૂલી કર્મચારીઓનું કહેવું છે કે, સરકારને કર્મચારીઓના પ્રશ્નો હલ કરવામાં કોઈ રસ નથી. સરકારે જબરદસ્તી કડક પગલાં કે બદલીઓ જાહેર કરી છે, પરંતુ કર્મચારીઓ આ બધી ચીમકીઓ સામે લડી લેવાના મૂડમાં છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
