તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ગરુડેશ્વરના દલેલપુરા ગામમાં આગમાં સ્વાહા થયેલા મકાનના માલિકને શ્રી રામ ગ્રુપએ સહાય આપી મદદરૂપ બન્યું
ઘરે જઈને જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ, પશુઓને ખાવા માટે 100 પૂળા ઘાસ અને રોકડ રકમ મળીને કુલ 17000 રૂપિયાની મદદ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના દલેલપુરા ગામ ખાતે સુરેશભાઈ પાંચાભાઇ તડવીનું ઘર સળગી ગયું હતું.દરમિયાન સુરેશભાઈના ઘરની તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓની સાથે ઘર પણ સળગી ગયું હતું. આ વાતની જાણ શ્રી રામ ગ્રુપના કાર્યકર્તાઓને થઈ અને તરત જ તેઓની મદદ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ શ્રીરામ ગ્રુપ ના કાર્યકર્તાઓએ સુરેશભાઈના ઘરે જઈને જીવન જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ, પશુઓને ખાવા માટે 100 પૂળા ઘાસ અને રોકડ રકમ મળીને કુલ 17000 રૂપિયાની મદદ કરી સમાજમાં માનવતા ભર્યું કામ કર્યું.
આમ શ્રી રામ ગ્રુપ સામાજિક સેવાઓની સાથે સાથે 500 થી વધારે યુનિટ રક્તદાન પણ કરીને ઘણા લોકોના જીવ પણ બચાવી ચૂક્યું છે. શ્રી રામ ગ્રુપના કાર્યકર્તાઓનું કહેવું છે કે સમાજમાં એકતા, સંપ અને સંગઠન હશે તો આવી રીતે કોઈ પણ પરીવાર પર અણધારી મુશ્કેલી આવે તો આર્થિક રીતે સંગઠિત બનીને મદદરૂપ કરી શકાશે.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
