તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ગરૂડેશ્વરના કુંભીયા ગામે પુનાભાઈના સળગી ગયેલા ઘરની ઘરવખરી બાદ શ્રી રામ ગ્રૂપના કાર્યકર્તાઓએ તેમને મદદ કરી
શ્રી રામ ગ્રૂપના કાર્યકર્તાઓએ પુનાભાઈના ઘરે જઈ એમને જીવન જરૂરિયાતની તમામ પ્રાથમિક જે વસ્તુની મદદ કરી તે સમાજમાં માનવતા ભર્યું કામ કર્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કુંભીયા ગામે પુનાભાઈ ભાણાભાઈ તડવીનું ઘર સળગી ગયું હતું. દરમિયાન પુનાભાઈના ઘરની તમામ ચીજવસ્તુ ઘરની સાથે સળગી ગઈ હતી. આ ઘટનાની જાણ શ્રી રામ ગ્રૂપના કાર્યકર્તાઓને થતાં તેમને મદદ કરવાનું નક્કી કર્યું.
ત્યારબાદ શ્રી રામ ગ્રૂપના કાર્યકર્તાઓએ પુનાભાઈના ઘરે જઈ એમને જીવન જરૂરિયાતની તમામ પ્રાથમિક જે વસ્તુની મદદ કરી તે સમાજમાં માનવતા ભર્યું કામ કર્યું છે.
શ્રી રામ ગ્રુપના કાર્યકર્તાઓનું કહેવું છે કે સમાજમાં એકતા સંગઠન અને સંપ હશે તો આવી રીતે કોઈ પણ પરિવાર પર અણધારી આફત આવી પડે તો સંગઠિત થઈ મદદ કરી શકાય..
આવા દુઃખના સમયમાં આપણે કોઈ નાની મદદ કરીએ તો પણ પીડિત પરિવાર માટે ખુબ મહત્વનું હોઈ છે એટલે દરેક મિત્રોએ આવા કાર્યોમાં આગળ આવી સેવાકીય કાર્ય કરવા જોઈએ
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
