<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

રાજપીપળાની ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હર્ષોલ્લાસભેર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી

“નંદ ઘેર આનંદ ભયો”ના જયઘોષ સાથે સમગ્ર પરિસર આનંદ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું

 

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજપીપળા ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ, ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળાનું વાતાવરણ શ્રીકૃષ્ણમય બની ગયું હતું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શ્રીકૃષ્ણ જન્મની સુંદર ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાથે જ મનમોહક ગરબા અને ડાન્સની રજૂઆતો દ્વારા સૌએ જન્માષ્ટમીની ઉજવણીનો આનંદ માણ્યો હતો. વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં વિવિધ કૃષ્ણલીલાઓ રજૂ કરી ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું.
જન્માષ્ટમીના મુખ્ય આકર્ષણરૂપે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહભરી ભાગીદારી સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. “નંદ ઘેર આનંદ ભયો”ના જયઘોષ સાથે સમગ્ર પરિસર આનંદ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી દિલીપ શેઠે સૌને આશીર્વચન પાઠવી શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો, કર્મનિષ્ઠા, સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવા પ્રેરણા આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાઈને તેમના જીવનમાં સારા સંસ્કારો કેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સંચાલન, આચાર્ય,  શિક્ષકગણ અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉજવાયેલી આ જન્માષ્ટમીની ઉજવણી સૌ માટે આનંદ, ભક્તિ અને સંસ્કારનો સુંદર સંગમ બની રહી હતી

(12:56 AM IST)