તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરી ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શ્રમદાન, સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સ્વચ્છતા એ માત્ર એક દિવસનું અભિયાન નથી, પરંતુ આપણી સૌની સામૂહિક અને નૈતિક જવાબદારી: નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ડો. ટી. નટરાજન:કચેરી પરિસરને સ્વચ્છ અને સુંદર રાખવા સૌએ લીધા સામૂહિક ‘સ્વચ્છતા શપથ’: પેન્શન ચુકવણાં કચેરીના પ્રાંગણમાં હરિયાળી વધારવા કરાયું વૃક્ષારોપણ

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :રાજ્યભરમાં ઉત્સાહભેર ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ આજે ગાંધીનગર સ્થિત જિલ્લા તિજોરી કચેરી ખાતે વિશેષ શ્રમદાન અને સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સફાઈ અભિયાનમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. ટી. નટરાજન, આર્થિક બાબતોના સચિવ સંદીપકુમાર, બજેટના અધિક સચિવ અરવિંદ વિજયન તથા હિસાબ અને તિજોરી નિયામક એસ. જી. વ્યાસ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ અને કચેરીના કર્મચારીઓએ સ્વહસ્તે ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી સમગ્ર કચેરી પરિસરની સફાઈ કરી હતી અને સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સામૂહિક રીતે ‘સ્વચ્છતા શપથ’ ગ્રહણ કરી કચેરી પરિસરને હંમેશાં સ્વચ્છ, સુઘડ અને સુંદર રાખવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સફાઈ અભિયાનની સાથે સાથે પર્યાવરણ જતન અને હરિયાળીના સંદેશ સાથે પેન્શન ચુકવણાં કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
અભિયાન દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે, "સ્વચ્છતા એ માત્ર એક દિવસનું અભિયાન નથી, પરંતુ આપણી સૌની સામૂહિક અને નૈતિક જવાબદારી છે." "સ્વચ્છ પરિસર, સ્વસ્થ જીવન, હરિયાળું ગુજરાત"ના સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમે સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અને સેવાભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
