<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

સાબરકાંઠાના ઇડર પંથકમાં વાવણી પહેલા ડીઝલની અછતથી ખેડૂતોની મુશ્કેલી વધી

ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે પેટ્રોલપંપ પર પૂરતું ડીઝલ ઉપલબ્ધ નથી, જેના કારણે રોજિંદી ખેતી કામગીરી અટવાઈ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત ગંભીર બનતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસું નજીક આવતા ખેડૂતોએ વાવણી પૂર્વેની તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતાં ખેતીકાર્ય પર સીધી અસર પડી રહી છે. રતનપુર સહિત અનેક ગામોમાં ટ્રેક્ટરો અને કૃષિ યંત્રોના પૈડા ધીમા પડી ગયા છે. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે પેટ્રોલપંપ પર પૂરતું ડીઝલ ઉપલબ્ધ નથી, જેના કારણે રોજિંદી ખેતી કામગીરી અટવાઈ રહી છે.

(1:21 AM IST)