તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
અમદાવાદના કાલુપુર જૂના ઓક્ટ્રોય નાકા પાસે અખાદ્ય વરખ વેચતી દુકાન ઝડપાઈ
મીઠાઈના વેપારીઓને વરખનો સપ્લાય કરાતો હોવાનો ખુલાસો: મીઠાઈ પર ચાંદીની વરખ તરીકે ઉપયોગ થતો હોવાની માહિતી

દિવાળીના તહેવાર પહેલા AMC ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે, અમદાવાદના કાલુપુર જૂના ઓક્ટ્રોય નાકા પાસે અખાદ્ય વરખ વેચતી દુકાન ઝડપાઈ છે એચ.એમ. વરખવાલા નામની દુકાનમાં AMCની કાર્યવાહી કરાઈ છે મીઠાઈના વેપારીઓને વરખનો સપ્લાય કરાતો હોવાનો ખુલાસો થયો છે મીઠાઈ પર ચાંદીની વરખ તરીકે ઉપયોગ થતો હોવાની માહિતી મળી હતી અખાદ્ય ચાંદીના વરખના 170 પેકેટ મળી આવ્યા છે . AMC દ્વારા ડમી ગ્રાહક મોકલી વરખ વેચાણ કરતા દુકાન માલિકને ઝડપી પાડ્યો છે AMCના મુખ્ય ફૂડ અધિકારી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી આરોગ્ય વિભાગ દ્વારા વરખના સેમ્પલ લેવામાં આવ્યા હતા એકમને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
