<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ખેડાના મહેમદાવાદ પોલીસ મથકમાં ચકચાર મચાવતી ઘટના: કસ્ટડીમાં યુવકનું શંકાસ્પદ મોત

ગોવિંદ ચૌહાણ નામના યુવાનનું પોલીસના અમાનવીય મારથી મોત નીપજ્યાનો પરિવારજનોનો ગંભીર આક્ષેપ

ખેડા: જિલ્લાના મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગોવિંદ ચૌહાણ નામના યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં પરિવારજનોએ પોલીસ પર હત્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

રાજ્યના ખેડા જિલ્લામાંથી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ખેડા જિલ્લાના મહેમદાવાદ પોલીસ મથકમાં પૂછપરછ માટે લાવવામાં આવેલા ગોવિંદ ચૌહાણ નામના એક યુવકનું કસ્ટડીમાં જ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. 

 

આ ગોઝારી ઘટના બાદ મૃતક યુવકના પરિવારજનો અને સ્થાનિક આગેવાનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પરિવારજનો દ્વારા સીધો અને અત્યંત ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે જુગાર રમતા કેટલાક  લોકોની ધરપકડ કરવામાં આવી તે સમયે ત્યાંથી પસાર થતાં ગોવિંદને પણ ભેગો ઝડપી લેવામાં આવેલ. પોલીસ કર્મચારીઓના ઢોર માર મારવાને કારણે જ ગોવિંદ ચૌહાણનું કમકમાટીભર્યું મૃત્યુ થયું છે. આ ચકચારી બનાવને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.*

(9:21 AM IST)