<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સુરત શહેરને હચમચાવી મૂકનારા ડીંડોલીના ચાર વર્ષ જૂના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં 3 નરાધમોને આજીવન કેદ, ફરાર 2 આરોપી સામે વોરંટ જાહેર

સુરત સેશન્સ કોર્ટનો 4 વર્ષ જૂના ચકચારી કેસમાં મોટો ચુકાદો: વિદેશ, ગોપાલ અને જીતેન્દ્રને અંતિમ શ્વાસ સુધી જેલ, જામીન પર છૂટી ભાગેલા આરોપીઓને પકડવા પોલીસ કમિશનરને આદેશ

સુરત તા.૩૧ : શહેરને હચમચાવી મૂકનારા ડીંડોલીના ચાર વર્ષ જૂના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં સુરત સેશન્સ કોર્ટે આજે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસના ત્રણ આરોપી વિદેશ, ગોપાલ અને જીતેન્દ્રને દોષિત ઠેરવી અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે.

 

કોર્ટે માનવતાને શર્મસાર કરનારા આ કેસમાં સખત વલણ અપનાવતા કહ્યું કે આ પ્રકારના ગુનેગારોને સમાજમાં છોડી શકાય નહીં. આ ચુકાદાથી પીડિતા અને તેના પરિવારને ચાર વર્ષ બાદ ન્યાય મળ્યો છે.

 

આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં જ આરોપીઓમાંથી 2 શખ્સો જામીનનો ગેરલાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. તેઓ કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા છતાં અદાલતે તમામ પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ ચુકાદો આપ્યો છે.

 

કોર્ટે ફરાર બંને આરોપીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યું છે અને સુરત પોલીસ કમિશનરને તાત્કાલિક તપાસ ટીમ બનાવી, રાજ્યભરમાં નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડવા આદેશ આપ્યો છે.

(4:37 PM IST)