<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

હીરામણિ ક્રિકેટ ક્ષેત્રે શિરોમણિઃ દિવાન બલ્લુભાઈ ટુર્નામેન્‍ટમાં વટભેર વિજેતા

નરહરિ અમીનના નેતૃત્‍વમાં શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે સફળતા

રાજકોટ, તા.૨૬: પાયોનિયોર ક્રિકેટ ગ્રાઉન્‍ડ-એ ખાતે યોજાયેલી દિવાન બલ્લુભાઈ કપ અન્‍ડર નાઈન્‍ટીન સ્‍કૂલ ટુર્નામેન્‍ટમાં  શેઠ સી.એન.વિદ્યાલયે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. શેઠ સી.એન.વિદ્યાલયે પ્રથમ ઈનિંગ્‍સમાં ૫૭.૧ ઓવરમાં ૧૦ વિકેટે ૧૪૮ કર્યા હતાં. જેમાં હેમ પ્રજાપતિએ ૨૨ ઓવરમાં ૪૩ રન આપીને ૭ વિકેટ અને શિવમ પટેલે ૧૭ ઓવરમાં ૫૨ રન આપીને ૨ વિકેટ લીધી હતીં. અમદાવાદની હીરામણિ સ્‍કૂલે પ્રથમ ઈનિંગ્‍સમાં ૧૨૬.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૪૩૬ રન કર્યા હતાં. જેમાં શિવમ પટેલે ૧૫૭ બોલમાં ૧૧૬ રન, આરવ કોઠારીએ ૧૪૦ બોલમાં ૮૫ રન, નીલ પુરાણીએ ૬૪ બોલમાં ૫૮ રન, અને ક્રિષ્‍ના તિવારીએ ૧૧૭ બોલમાં ૫૯ રન કર્યા હતાં. શેઠ સી.એન.વિદ્યાલયે બીજી ઈનિંગ્‍સમાં ૬૯.૫ ઓવરમાં ૧૦ વિકેટે ૨૧૫ કર્યા હતાં. જેમાં નીલ પુરાણીએ ૧૩ ઓવરમાં ૩૫ રન આપીને ૩ વિકેટ અને યક્ષ પટેલે ૧૪ ઓવરમાં ૪૪ રન આપીને ૩ વિકેટ લીધી હતીં. હીરામણિ સ્‍કૂલ શેઠ સી.એન.વિદ્યાલયને એક ઈનિંગ્‍સ અને ૭૩ રનથી હરાવીને ચેમ્‍પિયન બની હતી. વિજેતાઓને સંસ્‍થાના પ્રમુખ પૂર્વ સાંસદ શ્રી નરહરિ અમીન અને સી.ઈ.ઓ.શ્રી ભગવત અમીને અભિનંદન આપ્‍યા હતા.

 

(3:20 PM IST)