તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ભારે વધારાએ રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાયને મોટો ઝટકો આપ્યો
રેસ્ટોરન્ટ સંચાલકોનું માનવું છે કે જો આવું જ ચાલતું રહેશે તો ગુજરાતી થાળી સહિતના ભોજનના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બનશે

અમદાવાદ :કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ભારે વધારાએ રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાયને મોટો ઝટકો આપ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આ ભાવ વધારાનો સીધી અસર જોવા મળી રહી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થતા હોટલ અને રેસ્ટોરન્ટ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે સરકારે દર મુજબ કોમર્શિયલ સિલિન્ડર 3,700 રૂપિયામાં મળે છે જ્યારે એજ સિલિન્ડર કાળા બજારીમાં 4 હજારથી 5 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
સરકારી દર મુજબ સિલિન્ડ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકોએ કાળા બજારમાં પણ સિલિન્ડર ખરીદવું પડે છે. ગેસની આ સમસ્યાના કારણે રેસ્ટોરન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રેસ્ટોરન્ટ સંચાલકોનું માનવું છે કે જો આવું જ ચાલતું રહેશે તો ગુજરાતી થાળી સહિતના ભોજનના ભાવમાં વધારો કરવો અનિવાર્ય બનશે. સામાન્ય માણસ માટે બહાર જમવું મુશ્કેલ બન્યું છે.જો આવનારા સમયમાં ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત નહીં મળે, તો નાના વેપારીઓ માટે આ વ્યવસાય ટકાવી રાખવો મુશ્કેલ બનશે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
