તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
શામળાજી મંદિર ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું : ધનતેરસે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કર્યા
મંદિરના વિવિધ ભાગોમાં અલગ-અલગ રંગોની લાઇટિંગ કરાઈ: રાત્રિના સમયે રોશનીથી મંદિરનો નજારો ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

યાત્રાધામ શામળાજી મંદિરમાં દિવાળીના તહેવારોને લઈને ભવ્ય રોશની અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અલગ-અલગ રંગોની આકર્ષક લાઇટિંગથી સમગ્ર મંદિર ઝળહળી ઊઠ્યું છે. ધનતેરસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શામળાજી મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના વિવિધ ભાગોમાં અલગ-અલગ રંગોની લાઇટિંગ કરવામાં આવી છે. રાત્રિના સમયે રોશનીથી મંદિરનો નજારો ભક્તો અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ધનતેરસના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ શામળાજી પહોંચ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવાળીના પર્વને લઈને સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
