News of Sunday, 20th September 2026
અમદાવાદમાં લજ્જાસ્પદ કિસ્સો: સ્કૂલેથી પરત ફરતી ૭ વર્ષની માસૂમ બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કરનાર હવસખોર યુવક જેલના સળિયા પાછળ
દાણીલીમડા વિસ્તારમાં એકલતાનો લાભ લઈ હરકતો કરનાર ૨૨ વર્ષીય આરોપી બિલાલ શેખ પોક્સો હેઠળ ઝડપાયો; બાળકીની હિંમતે કરાવી ધરપકડ

દાણીલીમડા : અમદાવાદના દાણીલીમડામાં એક યુવકની અશ્લીલ હરકતો સામે આવી છે. 22 વર્ષીય યુવકે સ્કૂલેથી ઘરે જતી બાળકી સામે આરોપીએ અશ્લીલ કૃત્ય કર્યું. બાળકીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે.
આરોપી બિલાલ અલીહુસેન શેખની અશ્લીલ કૃત્ય કરવા પોકસોના ગુનામાં દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે..આરોપીએ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સાત વર્ષની માસૂમ બાળકી સાથે અશ્લીલ હરક્ત કરી હતી.. બાળકી સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહી હતી... તે દરમિયાન રસ્તામાં આરોપી બિલાલે તેની સામે અશ્લીલ ચેનચાળા કર્યા..આરોપીએ બાળકી સામે પોતાનો પ્રાઈવેટ પાર્ટ દેખાડી અશ્લીલ હરકત કરી હતી. આરોપીની હરકતથી બાળકી ગભરાઈ ગઈ હતી..જોકે ઘરે પહોંચ્યા બાદ તેણે સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી..બાળકીની વાત સાંભળીને પરિવારજનોએ દાણીલીમડા પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી..ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.. અને આરોપી તરીકે 22 વર્ષીય બિલાલ અલી હુસેન શેખની ઓળખ થતા દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બિલાલ અલીહુસેન શેખ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી આરોપી છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં રહેતો હતો અને દાણીલીમડા વિસ્તારમાં કારખાનામાં મજૂરી કરતો હતો.. આરોપી માનસિક વિકૃત હોવાથી બાળકી સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે જઈ રહી હતી ત્યારે તેનો પીછો કર્યો હતો.. બાળકી અને આરોપી નજીક માં જ રહેતા હતા..જેથી આરોપીને સ્કૂલેથી છૂટવાનો સમય ખબર હતો. બાળકીની એકલતાનો લાભ લઈને તેને અશ્લીલ કૃત્ય કર્યું હતું..પરંતુ બાળકીની હિંમતએ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ શહેરમાં ચિંતાનો વિષય રહી છે, ત્યારે પોલીસ દ્વારા આ કેસમાં કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા માટે ફાસ્ટ-ટ્રેક ધોરણે ચાર્જશીટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલમાં બાળકીની સુરક્ષા અને કાઉન્સિલિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેથી તે આ માનસિકઘાતમાંથી ઝડપથી બહાર આવી શકે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
